Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી ૭.૩૬ ઈંચ સાથે મોસમનો૨૭.૦૮ ટકા વરસાદ : ગતવર્ષની તુલનાએ 10.27 ઇંચ ઓછો

ધોળકામાં ૧૫.૧૧, ધંધુકામાં ૧૪.૩૩, અમદાવાદ શહેરમાં ૧૪.૧૩ ઈંચ સાથે સૌથી વધુ જ્યારે દસક્રોઇમાં ૫.૭૮ ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો

અમદાવાદ જિલ્લામાં અત્યારસુધી ૭.૩૬ ઈંચ સાથે મોસમનો ૨૭.૦૮% વરસાદ નોંધાયો છે. જેની સરખામણીએ ગત વર્ષે ૧૦.૨૭ ઈંચ સાથે મોસમનો ૩૭.૨૭% વરસાદ નોંધાઇ ચૂક્યો હતો. હાલની સ્થિતિએ અમદાવાદ જિલ્લામાંથી ધોળકામાં ૧૫.૧૧, ધંધુકામાં ૧૪.૩૩, અમદાવાદ શહેરમાં ૧૪.૧૩ ઈંચ સાથે સૌથી વધુ જ્યારે દસક્રોઇમાં ૫.૭૮ ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે.

(10:35 am IST)