Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ચીખલી પોલીસ સ્ટેશનમાં બે યુવાનોના મોત ને પગલે ડાંગ જિલ્લો સજ્જડ બંધ: સાપુતારા સહિતના તમામ પર્યટન સ્થળે હોટલો અને દુકાનો બંધ રહી

આદિવાસી યુવાનોનાં મૃત્યુની તપાસમાં ભીનું ન સકેલાય અને ન્યાય મળે એ માટે લોકોએ ડાંગ બંધને સજ્જડ સમર્થન આપ્યું

dir="ltr">(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : નવસારી જિલ્લા ના ચીખલી પોલીસ સ્ટેશનમાં જે ધટના બની હતી તેનો વિરોધ થય રહ્યો છે ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના બે યુવકને નવસારી જિલ્લાની ચીખલી પોલીસે બાઈક ચોરીની શંકાના આધારે અટક કરી હતી. એ દરમિયાન બંને યુવકે પોલીસ મથકમાં જ આપઘાત કરી લીધો હતો. જેને પગલે ડાંગ જિલ્લામાં બંને યુવકોના અપમૃત્યુને લઈ પોલીસ પ્રત્યે ધગધગતો લાવા જોવા મળ્યો હતો. જે સોમવારે ચરિતાર્થ થયો હતો. બંને મૃતકને ન્યાય મળે તે માટે સંપૂર્ણ બંધ પાળી ન્યાયની માગ કરી હતી. સોમવારે સાપુતારા સહિતના પર્યટન સ્થળો બંધ રહેતા સહેલાણીઓ અટવાયા હતા.
  ચીખલી પોલીસે શંકાના આધારે ડાંગના વઘઈ તાલુકાના સુનિલ પવાર (રહે. દોડીપાડા) અને રવિ જાદવ (રહે. વઘઈ)ને લોકઅપમાં મુકયા હતા. વહેલી સવારે 5થી 8 કલાકમાં બંને ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. જોકે પાછળથી ચીખલી પોલીસે આ યુવાનોના અપમૃત્યુ બાદ બાઈકચોરીનો ગુનો દાખલ કરતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આદિવાસી યુવાનોને ન્યાય મળે એવા હેતુ સાથે સોમવારે ડાંગ જિલ્લામાં તમામ વેપારી, હોટેલ સંચાલકો, સ્થાનિક કાર્યકરો, વિવિધ પાર્ટીના હોદ્દેદારો-કાર્યકરોએ સ્વયંભૂ બંધ પાળ્યું હતું. જેને પગલે ગીરાધોધ, બોટનિકલ ગાર્ડન, ગીરમાળ ધોધ સહિતના પયર્ટન સ્થળો પર રોપ-વે, બોટિંગ સહિતની પ્રવૃત્તિ બંધ રહેતા સહેલાણીઓ અટવાયા હતા.મૃતકના પરિવારને ન્યાય નહીં મળે તો આંદોલન થશે
 ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશનનાં ડિરેક્ટર બાબુરાવ ચૌર્યાએ જણાવ્યું કે, બંધને સમગ્ર ડાંગ જિલ્લાનાં લોકોએ સમર્થન આપ્યું છે. તેઓ મૃતક બાળકોના પરિવારને આર્થિક તેમજ ન્યાયિક મદદ કરશે. આદિવાસી સમાજ મૃતક પરિવાર જોડે છે. મૃતક પરિવારને જો ન્યાય નહીં મળે તો તેઓ આવનાર સમયમાં આંદોલન કરશે તથા ગાંધી ચીંધ્યા માર્ગે જવાનું થશે તો તે રીતના પણ આંદોલન કરશે. કોઈપણ ભોગે તેઓ ગરીબ આદિવાસી પરિવારોને ન્યાય અપાવશે
(10:43 am IST)