Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ગુજરાતમાં સીઝનનો ૩૦ ટકા વરસાદ નોંધાયો

રાજયમાં ભારે વરસાદને કારણે ૫૬ રસ્તા બંધઃ હજી ૩૦ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી : બંગાળના અખાતમાં સર્જાયેલા લો પ્રેશર તથા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજયમાં વરસાદી માહોલ સર્જાયો

અમદાવાદ, તા.૨૭: બંગાળની ખાડીમાં સર્જાયેલા લો-પ્રેશર સિસ્ટમને કારણે રાજયના વિવિધ ભાગોમાં ચોમાસું જામ્યું છે. આંકડા પર નજર કરીએ તો અત્યાર સુધી રાજયમાં સીઝનનો ૩૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જો કે, હજી પણ ૮દ્મક ૧૦ ટકા વરસાદની ઘટ છે. રિજિયન મુજબ કચ્છમાં ૫ ઈંચ સાથે ૩૦ ટકા, ઉત્ત્।ર ગુજરાતમાં ૭.૯૫ ઈંચ સાથે ૨૮.૧૬ ટકા, મધ્ય ગુજરાતમાં ૯.૫૬ ટકા સાથે ૩૦.૮ ટકા, સૌરાષ્ટ્રમાં ૮.૭૭ ટકા સાથે ૩૧.૮૯ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૨૦.૨૩ ઈંચ સાથે સીઝનનો ૩૨.૫૮ ટકા વરસાદ નોંધાયો છે.જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહીને પગલે રાજયમાં બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રવિવારે સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત દક્ષિણ, મધ્ય અને ઉત્ત્।ર ગુજરાતમાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેને કારણે રાજયના કુલ ૫૬ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે.

(3:49 pm IST)