Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

મોડાસાથી કોલવડા તરફ જવાના રસ્તે મસમોટો ભુવો પડતા અકસ્માતનો ભય વધ્યો

મોડાસા: શહેરથી કોલવડા થઈને શીકા તરફ જતાં માર્ગમાં તળાવ પાસેના રોડ ઉપર મોટો ભૂવો પડતાં અકસ્માતની ભીંતી સેવાઈ રહી છે. આ રોડ ઉપરથી ૨૦૦ થી વધુ સાધનોની રોજ અવર જવર રહે છે. નાના  વાહનોના ટાયર ખાડામાં ફસાઈ જાય છે. જેથી આ ખાડાના પ્રશ્ને જાગૃત ગ્રામજનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરાઈ છે.

મોડાસાથી કોલવડા અને શીકા તરફ થઈને ધનસુરા તરફ જતાં માર્ગમાં કોલવડા મહાકાળી મંદિર પાસેના રોડ ઉપર વચ્ચેવચ મોટો ખાડો પડી ગયેલ છે. જેને લઈ આ રોડ ઉપરથી પસાર થતાં વાહનોને રોડના ખાડામાં ખાબકવાનો ભય સતાવે છે.આ રોડ ઉપરથી ૨૦૦થી વધુ નાના-મોટા વાહનો પસાર થાય છે જેથી અકસ્માતની ભીંતી સેવાઈ રહે છે. જયારે આ ભૂવા પાસે આવેલ ગરનાળામાં કચરો ભરાઈ જતાં હાલ બ્લોકેજ થઈ ગયેલ છે.જેથી બાજુમાં આવેલ ખેતરોનું વરસાદી પાણી ન નીકળતા ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે. આ ખાડા અને ગરનાળાના સમારકામ માટે કોલવડા ગામના દિનેશભાઈ પટેલ અને મહાકાળી મંદિરના સભ્ય ધીંમતભાઈ પટેલે વારંવાર તંત્રને રજૂઆત કરી છે છતાં આજદિન સુધી સમારકામ હાથ ન ધરાતાં વાહન ચાલકોને અને ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે. જેથી તંત્ર દ્વારા સત્વરે આ રોડ ઉપર નો ખાડો પૂરાય અને ગરનાળામાંથી કચરાની સફાઈ કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

(5:37 pm IST)