Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સુરતના ઉમરા ગામમાં પોલીસે દરોડા પાડી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડયું

સુરત: શહેરનાઉમરા ગામના નવા નવસાત મહોલ્લામાં ઉમરા પોલીસે દરોડા પાડી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડી દારૂની ખાલી બોટલ, દારૂ બનાવવાનો કલ, માલ્ટ અને એસેન્સ કેમિકલ, સ્ટીકર તથા પુઠાના બોકસ વિગેરે મળી કુલ રૂ. 36,850ના મુદ્દામાલ સાથે જમીન દલાલની ધરપકડ કરી છે.

ઉમરા પોલીસે બાતમીના આધારે ઉમરા ગામના નવા નવસાત મહોલ્લામાં રહેતા કલ્પેશ ઉર્ફે લાલો રામચંદ્ર સામરીયા (ઉ.વ. 38) ને ત્યાં દરોડા પાડયા હતા. જયાંથી માલ્ટ કેમિકલ અને એસેન્સની મદદથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડયું હતું. પોલીસે વિદેશી બનાવટની અલગ-અલગ બ્રાંડની ખાલી બોટલ અને સ્ટીકર, 10 લિટર આલ્કોહોલ, દારૂ બનાવવાનો કલર, 1 લિટર માલ્ટ કેમિકલ, 2 લિટર એસેન્સ, પ્લાસ્ટિકના 5 કેરબા, બોટલ પેક કરવા માટેના 2 નંગ હેન્ડ પ્રેસીંગ મશીન, વિદેશી દારૂની બોટલના ઢાંકણ નંગ 3112, આલ્કોહોલની માત્રા ચેક કરવાનું મીટર, પુઠાના બોક્ષ, પ્લાસ્ટિકના 200 લિટરનું પીપ, વિગેરે મળી કુલ રૂ. 36,850નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ઉલ્લેખનીય છે કે જમીન દલાલીનો વ્યવસાય કરતા કમલેશ ઉર્ફે લાલો સામરીયા છેલ્લા ઘણા સમયથી કેમિકલની મદદથી ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી વેચાણ કરતો હોવાની કબૂલાત કરી હતી.

(5:39 pm IST)