Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સુરત:વાહનોના બોગસ દસ્તાવેજ બનાવી 3.52 કરોડની છેતરપિંડી આચરનાર 18 આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી

સુરત:શહેરમાં: અશોક લેલન્ડ તથા ટાટા મોટર્સ દ્વારા ઉત્પાદિત જ ન થયા હોય તેવા કુલ 24 જેટલા વાહનોના નામે બોગસ દસ્તાવેજો બનાવીને કુલ 3.52 કરોડની વાહન લોન મેળવીને ગુનાઈત ઠગાઈનો કારસો રચનાર કુલ 18 પૈકીના આરોપી દંપતિ તથા અન્ય આરોપીએ પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ અનિલ આર.મલિકે નકારી કાઢી છે.કોર્ટે આરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ હોઈ કસ્ટોડીયલ ઈન્ટ્રોગેશન જરૃરી હોવાનો નિર્દેશ આપ્યો છે.

ઘોડદોડ રોડ રામચોક ખાતે આવેલી એચડીએફસી બેંકની શાખામાં તા.28-2-17 થી 1-2-20 દરમિયાન બોગસ દસ્તાવેજોના આધારે હયાતિ ન ધરાવતા વાહનોના નામે કુલ રૃ.3.52 કરોડની લોન મેળવી ભરપાઈ કર્યા વિના ગુનાઈત ઠગાઈ આચરનાર કુલ 18 જેટલા આરોપીઓ વિરુધ્ધ ફરિયાદી અશોક મણીલાલ પીપરોડીયા (રે.જીવનદિપ કોમ્પ્લેક્ષરાંદેર)એ ગઈ તા.30મી જુનના રોજ ઉમરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં ઉમરા પોલીસ પોતાની ધરપકડ કરે તેવી દહેશતથી આરોપી દંપતિ સંજય અંબા લાલ પટેલ તેમના પત્ની નિમિષાબેન (રે.સાવિત્રી એપાર્ટમેન્ટ,દેસાઈવાડી પારડી ,વલસાડ) તથા પારસબેન પ્રકાશ વણજારા(રે.મેગા ટાઉનશીપ,માસમા તા.ઓલપાડ)એ આગોતરા જામીન માટે માંગ કરી હતી.

જેના વિરોધમાં એપીપી કિશોર રેવાલીયાએ જણાવ્યું હતું કે આરોપી દંપતિ સંજય તથા નિમિષા પટેલ રૃ.21.83 લાખની લોન મેળવી છે. જ્યારે આરોપી પારસબેન તથા તેમના પતિ પ્રકાશભાઈ વણજારાએ 17.50 લાખની લોન મેળવી વ્યાજ સહિત ચુકવવા પાત્ર થતાં રૃ.16.63 લાખ બેંકમાં ભરપાઈ કર્યા નથીઆરોપીઓ વિરુધ્ધ ગંભીર ગુનાનો પ્રથમ દર્શનીય કેસ છે. સાક્ષી પુરાવા સાથે ચેડા કરે તથા ટ્રાયલમાં હાજર ન રહે અને આવા ગુનામાં સંડોવાય તેવી સંભાવના છે. આરોપી પારસબેનના હાલમાં ફરાર પતિ પ્રકાશભાઈ એ વેલ્યુઅર આકાશ શર્માને વાહનના ચેસીસએન્જિન તથા રજીસ્ટર્ડ નંબર બદલી બીજુ વાહન બતાવીને વાહન લોન મેળવી છે. જેને કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ત્રણેય આરોપીઓના આગોતરા જામીનની માંગ નકારી કાઢી કસ્ટોડીયલ પુછપરછ જરૃરી હોવાનો નિર્દેશ આપ્યો હતો.

(5:40 pm IST)