Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વડોદરામાં જીએસએફસી કંપનીમાં કોન્ટ્રાકટરે પ્લાન્ટમાં ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

વડોદરા :નજીક બાજવા ગામના નેહરૃનગરમાં રહેતો ૨૮ વર્ષનો યોગેશ દેવાભાઇ તિલસટ જીએસએફસીમાં કોન્ટ્રાક્ટર હેઠળ ત્રણ વર્ષથી નોકરી કરતો હતો. આજે સવારે તે નાયલોન પ્લાન્ટમાં ફરજ માટે હાજર થયો હતો જેના થોડા સમય બાદ તે પ્લાન્ટની લોખંડની એંગલ સાથે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો જેના પગલે કર્મચારીઓ દોડી આવ્યા હતા અને મેનેજમેન્ટને જાણ કરી હતી.

યોગેશે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાની જાણ થતા તેના પરિવારજનો અને સંબંધીઓ કંપની ઉપર દોડી આવ્યા હતા અને યોગેશના મૃતદેહ પાસે જવા માટે આજીજી કરી હતી પરંતુ  કંપનીના મેનેજમેન્ટે યોગેશના સગા-સંબંધીઓને કંપનીની અંદર પ્રવેશ માટે મનાઇ ફરમાવી દેતા કંપનીના  ગેટ પાસે મૃતક યોગેશના સગા-સંબંધીઓએ હોબાળો મચાવી દીધો હતો. આ દરમિયાન છાણી પોલીસ પણ ત્યાં આવી પહોંચી હતી. યોગેશના સંબંધીઓએ છાણી પોલીસને પણ અંદર જવા માટે વિનંતી કરી હતી પરંતુ પોલીસે પણ દરમિયાનગીરી નહી કરતા ભારે રોષ ફેલાયો હતો. ઉલ્લેખનીય છે કે છાણી પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને તપાસ હાથ ધરી છે.

(5:41 pm IST)