Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

વડોદરાના નવાયાર્ડ વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી પીવાનું પાણી દુષિત આવતા લોકોના સ્વાસ્થ્યને જોખમ

વડોદરા: શહેરના નવાયાર્ડ વિસ્તારમાં છેલ્લા પંદરેક દિવસથી પીવાનું પાણી દુર્ગંધ મારતું અને દૂષિત મળતા લોકો બીમાર પડી રહ્યા છે. આશરે ૫૦ લોકોને દૂષિત પાણીને લીદે ઝાડાઊલટી થઇ ગયા છે. 

વોર્ડ નં.૧ના કોંગ્રેસના કોર્પોરેટરના કહેવા મુજબ આ વિસ્તારમાં આવેલા અમરનગર, ગાયત્રીધામ સોસાયટી, દક્ષાપાર્ક, વિનાયક, નવી આશાપુરી, જુની આશાપુરી, નવી અને જુની રામવાડી વિસ્તારમાં ગંદુ પાણી મળે છે. પાણી ગટરના પાણી સાથે મિક્સ થઇને આવતું હોય તેમ ભારે દુર્ગંધ મારે છે.

મોટા તો ઠીક નાના બાળકોને પણ દૂષિત પાણીથી મરડા જેવી બીમારીનો ભોગ બનવું પડે છે. આજરોજ કોર્પોરેશનના પાણી પુરવઠા વિભાગના ડેપ્યુટી ઇજનેરે કામગીરી શરૃ કરાવી છે, પણ હાલ કોઇ નિકાલ આવ્યો નથી. દૂષિત પાણીનું મૂળ શોધવા ઠેકઠેકાણે લાઇન પર ખોદકામ કરાયું છે, પરંતુ ફોલ્ટ મળ્યો નથી. 

(5:41 pm IST)