Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ભાજપ પ્રદેશ પ્રમુખે ૩૮ સભ્યો સસ્પેન્ડ કર્યાં

પાર્ટી મેન્ડેટનો અનાદર કર્યો હતો

ગાંધીનગર,તા.૨૬ :  ભાજપમાં આંતરીક જૂથબંધી તાજેતરમાં યોજાયેલી નગરપાલિકાઓના પ્રમુખ- ઉપપ્રમુખની ચૂંટણીમાં સપાટી પર  આવવા પામ્યો છે જેના લીધે ભાજપને કેટલીક નગરપાલિકા ખોવાનો વારો પણ આવ્યો છે. રાજ્યમાં ખેડબ્રમ્હ, થરાદ, રાપર, ઉપલેટા અને તળાજા નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યોએ ખુલ્લેઆમ પ્રદેશ મેન્ડેટની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આજે નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે શિસ્તનો કોરડો વિંઝતા હારિજમાંથી ૪, ખેડબ્રમ્હામાંથી ૨, થરાદમાંથી ૩, ઊપલેટામાંથી ૧૪, રાપરમાંથી ૧૩ અને તળાજામાંથી ૨ લોક સહિત કુલ ૩૮ સભ્યો સામે પક્ષના મેન્ડેટનો અનાદર કરવા બદલ વિંઝતા તાત્કાલીક અસરથી સસ્પેન્ડ કર્યાં છે. ભાજપમાં આંતરીક અસંતોષે જોર પકડ્યું છે. જે નગરપાલિકાની ચુંટણી દરમીયાન પ્રદેશ નેતાગીરીને અનુભવ થઇ ગયો.

(8:51 am IST)