Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

જીનેસીસ-ફોર યુ ગ્રુપના નામે માર્કેટીંગના બીઝનેસના નામે લોકો પાસેથી વધુ વળતરની લાલચ આપી સ્કીમમાં પૈસા ઉઘરાવી ચીટીંગ કરનાર મુખ્ય આરોપી દિલીપ જૈનને ઝડપી લેતી વડોદરા સીઆઇડી ક્રાઇમ બ્રાંચઃ આરોપીને વડોદરા કોર્ટમાં રજુ કરતા કોર્ટે એક સપ્ટેમ્બર સુધીના રીમાન્ડ મંજુર કરેલ છે

ગંધીનગર : પોલીસ મહામિદેશકશ્રી, સી.આઈ.ડી.ક્રાઇમ, ગુ.રા., ગાંધીનગર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ સી.આઈ.ડો.ક્રાઇમ, વડોદરા ઝોન પો.સ્ટે. ફ.ગુ.૨ર.નં.૦૩/ર૦૨ર૦ ઈ.પી.કો કલમ-૪૦૬, ૪૦૯, ૪૨૦, ૧૨૦બી તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટ્રેસ્ટ ઓફ ડીપોજીટ્સ (ઈન ફાઈનાસીયલ એસ્ટાબ્લીમેન્ટ) એક્ટ ૨૦૦૩ ની કલમ -૩ તથા ધી પ્રાઈઝ ચીટ્સ એન્ટ મનીસર્ક્યુલેશન સ્કિમ્સ (બેનીગ) એક્ટ ૧૯૭૮ ની કલમ-૪, પ, ૬, ૭ મુજબનો ગુન્હો ગઈ તા.૦૧/૦૮/૨૦૨૦ ના રોજ દાખલ કરવામાં આવેલ છે.  આ ગુનાના કામે હકિકત એવી છે કે 0૬1 વિભાગ, વડોદરા દ્રારા તા.૨૫/૦૨/૨૦૨૦ ના રોજ મકાન નં.ર/૩, ધરમનગર, ગામ ભોલવ, જાડેશ્વર રોડ, ભરૂચના સરનામે રહેતા તેમજ 0૯।૧૬૯€ડાંડ 410 નામની કંપની ધરવી વેપાર ધંધો કરતા દિલીપભાઇ બાબુલાલ જૈનના ત્યા રેઈડ કરવામાં આવેલ હતી. 0૬1 વિભાગ દ્રારા આ અંગેની માહિતી પોલીસ મહામિદેશકશ્રી, સી.આઈ.ડી.ક્રાઇમ, ગુ.રા., ગાંધીનગર નાઓને આપતા એ અંગે ઇન્કવાયરી હાથ ધરવામાં આવેલ. ઇન્કવાયરી દરમ્યાન જણાઈ આવેલ કે દિલીપભાઇ બાબુલાલ જૈનએ સને- ૨૦૧૫ માં ગ્રુપના નામથી મલ્ટીલેવલ માકેટીંગનો ધંધો શરૂ કરેલ જેમાં પોતાની કંપનીમાં એક વર્ષ માટે 1 1) - રૂ. 8500 તથા 3 10 - રૂ. 25,500 તથા 7 10 - રૂ. 59,500 તથા 15 10 - રૂ. 1,27,500

મુજબના નાણાનુ રોકાણ કરવાથી પોતાના રોકાણ પ્રમાણે રૂ. ૧૨૦૦, રૂ. ૩૬૦૦, રૂ. ૮૪૦૦ તથા રૂ. ૧૮,૦૦૦ મુજબનુ વળતર દર મહિને આપવાની લલચામણી અને લોભામણી સ્કિમો બહાર પાડી તેમજ એક રોકાણકાર તેની નીચે બીજા રોકાણકારોને લાવશે તો એક રોકાણકાર દીઠ ર૫૦ રૂપિયાનુ કમિશન કંપની તરફથી આપવામાં આવશે આવા પ્રકારની પિરામિડની સ્કીમો બનાવી, તેમજ વધુ રોકાણકારોને નાણાનુ રોકાણ કરવા લલચાવવા માટે કંપની તરફથી જુદા જુદા પ્રકારની ગીફટ/ રીવોર્ડ આપવા જાહેરાતો કરી/કરાવી લલચામણી લોભામણી સ્કીમો બનાવી ગુજરાત રાજયના અલગ અલગ શહેરો ખાતેના હજારો રોકાણકારો પાસેથી મળી અત્યાર સુધી આશરે રૂ.૪૪૬/- કરોડ રોકાણ સ્વરૂપે મેળવેલ છે. તેમજ શરૂઆતના રોકાણકારોને સારૂ વળતર આપી બાદમાં રોકાણકારોને તેઓના વળતરના કરેલ વાયદા મુજબના નાણા પરત નહી આપી રોકાણકારો સાથે વિશ્વાસઘાત તેમજ છેતરપીંડી કરેલ હોવાનું જણાઈ આવેલ જે ઇન્કવાયરીના અંતે પો.સ.ઈ.શ્રી બી.જે.પુરબીયા નાઓની ફરોયાદના આધારે ઉપર મુજબનો ગુન્હો આરોપી દિલીપભાઇ બાબુલાલ જૈન, બાબુલાલ કેશરીમલ જૈન તથા અન્યો વિરૂધ્ધમાં નોધવામાં આવેલ.

આરોપી દિલીપભાઇ બાબુલાલ જૈનની 0૬1 વિભાગ દ્રારા તેમના ગુનામાં ધરપકડ કરવામાં આવેલ હતી અને આરોપી વડોદરા જેલ ખાતે કોર્ટ કસ્ટડીમાં હતો જેથી આ ગુનાના કામે ટ્રાન્સફર વોરંટ આધારે ગઈ તા.૨૪/૦૮/૨૦૨૦ ના રોજ આ ગુનાના મુખ્ય આરોપી દિલીપભાઇ બાબુલાલ જૈન રહે. ૨/૩, ધરમનગર, ગામ ભોલવ, જાડેશ્વર રોડ, ભરૂચ નાનો કબ્જો વડોદરા જેલથી મેળવી તેની ઉપરોક્ત ગુનાના કામે ધરપકડ કરો ગઈ કાલ તા.૨૫/૦૮/૨૦૨૦ ના રોજ રીમાન્ડ માટે મુખ્ય સેશન્સ કોર્ટ, વડોદરા ખાતે રજુ કરતા નામદાર કોટ દ્રારા તા.૦૧/૦૯/૨૦૨૦ સુધીના રીમાન્ડ મંજુર કરેલ છે વધુ તપાસ હાલ ચાલુ છે.

ઉપરોક્ત  ગ્રુપના આ કૌભાંડમાં ભોગ બનેલ ગુજરાત રાજ્યના તથા અન્ય રોકાણ કરનાર રોકાણકારો/ભૌગબનનાર નાએ પોતાના રોકાણની વિગતો સાથે સી.આઇ.સેલ, સી.આઇ.ડી. ક્રાઇમ, બ્લોક નંબર-ર, સાતમો માળ, કર્મયોગી ભવન સેકટર-૧૦, ગાંધીનગર ખાતે પોલીસ ઇન્સ્પેકટર જે.એચ.દહીયાને મો.નં. ૯૪૨૬૫૩૩૩૩૦ ઉપર સંપર્ક સાધવા વિનંતી છે.

(10:40 pm IST)