Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સુરતમાં એટીએમાં તોડફોડ કર્યા વિના ર૪ લાખ લઇને ૬ થી ૭ મીનીટમાં તસ્‍કર ફરાર : બેન્‍ક મેનેજરની તપાસમાં બેન્‍કમાં પુરતી બેલેન્‍સ બતાવે છે પરંતુ રૂપિયા નીકળતા નથી : પોલીસના જણાવ્‍યા મુજબ કોઇ જાભેદુઓએ રૂપિયા કાઢી લીધાનું બની શકે

સુરત: અનલોક જ્યારથી શરૂ થયું છે, ત્યારથી સુરત (Surat)માં ક્રાઇમની ઘટનાઓ સતત વધી રહી છે.

ગુનેગારો જાણે કે પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે.

છેલ્લા કેટલાક દિવસથી બની રહેલી ઘટનાઓના વધુ એક મોટી ઘટનાનો ઉમેરો થયો છે.

શહેરના અડાજણ ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કેવર બિલ્ડીંગમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની બાજુમાં જ બેંકનું મશીન પણ મુકવામાં આવ્યું છે.

અડાજણ-હજીરાના મુખ્ય રસ્તા પાસે આવેલું એટીએમ આમ તો ગુનેગારોની નજરમાં જ હતું, પરંતુ તેમાં ચોરી કરવાનો પ્રયાસ રાત્રે કરવામાં આવ્યો હતો.

આ અંગે મંગળવારે સવારે બેંકના મેનેજરને જાણ થઈ કે એટીએમમાંથી રૂપિયા નીકળવાનું બંધ થઈ ગયું છે.

બેંકના મેનેજરે તપાસ કરી તો ખબર પડી કે બેંકમાં રૂપિયા હોવાનું તો દેખાય રહ્યું છે, પરંતુ રૂપિયા નીકળી રહ્યા નથી.

જેથી કોઈએ રૂપિયા કાઢી લીધા હોય તેવું જણાઈ રહ્યું હતું.

જોકે મહત્વની વાત એ હતી કે એટીએમને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવ્યું ન હતું.

ATM મશીનમાં શનિવારે રૂપિયા નાંખવામાં આવ્યા હતાં, તે સમયે એટીએમમાં 40 લાખ રૂપિયા હતાં.

જેથી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પોલીસે ઘટનાસ્થળે પહોંચી CCTVની તપાસ કરી હતી, જેમાં ગત 23મી ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યાને 38 મિનીટે એક વ્યક્તિ એટીએમ રૂમમાં પ્રવેશે છે.

આ વ્યક્તિએ રેઈનકોટ પહેર્યો છે, સાથે જ તેનું મોઢું ન દેખાય તે માટે માથા પર છત્રી રાખી છે.

માત્ર છથી સાત મિનીટમાં તે બહાર નીકળી જાય છે.

આ જ વ્યક્તિ ATMને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડ્યા વગર રૂપિયા લઈ જાય તેવું દેખાય રહ્યું છે.

ઝોન ચાર ડીસીપી પ્રશાંત સુબેનું કહેવું છે કે એટીએમમાંથી રૂપિયા નીકળવાનું બંધ થઈ ગયું ત્યારે એ વાતનો ખ્યાલ આવ્યો કે કોઈ લાખો રૂપિયાની ચોરી કરી છે.

બેંકના ATMની તપાસ દરમિયાન 24 લાખથી વધુની મતા હિસાબમાં ઓછી દેખાતી હતી.

બેંકના મેનેજરની ફરિયાદ લઈ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

પોલીસનું કહેવું છે કે એટીએમ તોડ્યા વગર રૂપિયા કાઢવામાં આવ્યા છે.

જેથી કોઈ જાનભેડુંએ જ રૂપિયા કાઢી લીધા હોય તે શક્ય છે. ત્યા

રે લોકોના નિવેદનો અને સીસીટીવી ફુટેજના આધારે આરોપી સુધી પહોંચવા પોલીસે કામગીરી શરૂ કરી છે.

(8:51 am IST)