Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની પ્રોપર્ટી ટેક્ષની આવક થોડી ઘટીઃ આવકમાં વધારો કરવા રાજય સરકાર દ્વારા ર૦ ટકા ડીસ્કાઉન્ટઃ સરકારના ર૦ ટકા બાદ બાકીની રકમ પર વધુ ૧૦ ટકા એડવાન્સ ટેક્ષ રીબેટ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન આપશે

અમદાવાદઃ મ્યુનિસીપલ કોર્પોરેશનની આ વર્ષે પ્રોપર્ટી ટેક્ષની આવક થોડીક ઘટી છે. આવકમાં વધારો કરવા રાજય સરકાર દ્વારા ર૦ ટકા ડીસ્કાઉન્ટ જાહેર કરાયુજ છે. ત્યારે સરકારના ર૦ ટકા, બાદ કરતા બાકીની રકમ પર વધુ ૧૦ ટકા, એડવાન્સ ટેક્ષ રીબેટ અમદાવાદ મ્યુ. કોર્પોરેશન આપશે જેથી મ્યુ.ની આવકમાં વધારો થઇ શકે.

જે કરદાતા 2020-21નો પ્રોપર્ટી ટેક્ષ પૂરેપૂરી ભરીને માંગણી શૂન્ય કરાવશે. તેમને બાકીની રકમ પર કોર્પોરેશન (Amdavad Municipal Corporation) વધુ 10 ટકા એડવાન્સ ટેક્ષ રીબેટ આપશે. આ આવકમાં વધારો કરવા માટે રાજય સરકાર તરફથી ગુજરાત આત્મનિર્ભર પેકેજ જાહેર કરાયું છે. તે પ્રમાણે બિન રહેણાંકવાળી મિલ્કતના જે કરદાતા 31 ઓગસ્ટ સુધીમાં 2020-21નો પ્રોપર્ટી ટેક્ષ ભરી દેશે તેને 20 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરેલી છે. જયારે કોર્પોરેશને આવા કરદાતાને 2020-21 સુધીનો પ્રોપર્ટી ટેક્ષ પુરેપુરો ભરીને માંગણું શૂન્ય કરાવશે તેમને સરકારના 20 ટકા બાદ થયા પરની બાકીની રકમ પર વધુ 10 ટકા એડવાન્સ ટેક્ષ રીબેટ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન ના રેવન્યુ કમિટીના ચેરમેન ગૈતમભાઇ કથીરીયાએ જણાવ્યું છે કે, બિન રહેણાંકવાળી મિલકતના જે કરદાતા 31 ઓગસ્ટ સુધીમાં વર્ષ 2020 21 સુધીનો પ્રોપર્ટી ટેક્ષ પુરેપુરો ભરપાઇ કરે. તેમને રાજય સરકારના ગુજરાત આત્મનિર્ભર પેકેજ અંતર્ગત 20 ટકા ડિસ્કાઉન્ટ તથા ડિસ્કાઉન્ટ આપ્યા પછી બાકી રહેલી રકમ ઉપર મ્યુનિ. કોર્પોરેશન ની 10 ટકા એડવાન્સ ડિસ્કાઉન્ટ આ બંને રાહતોનો લાભ આપવામાં આવશે. જયારે રહેઠાણની મિલકતના જે કરદાતા 31 ઓગસ્ટ સુધીમાં વર્ષ 2020 21 સુધીનો પ્રોપર્ટી ટેક્ષ પુરેપુરો ભરપાઇ કરે અને માંગણું શૂન્ય કરાવે તેમને 10 ટકા એડવાન્સ ટેક્ષ રીબેટ આપવામાં આવશે. આમ બિન રહેણાંકવાળી મિલ્કતના કરદાતાને ડબલ ધમાકા જેવી ઓફર એટલે કે સરવાળે 30 ટકા જયારે રહેણાંકવાળી મિલકતના ધારકોને 10 ટકા રિબેટ અપાશે. તેમણે વધુમાં જણાવ્યું છે કે, પ્રોપર્ટી ટેક્ષ નજીકના સિવિક સેન્ટર પર અથવા અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકાશે. આપનો ટેક્ષ ભરી શહેરના વિકાસમાં સહભાગી થવા માટે અપીલ કરી છે.

(1:01 am IST)