Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અંબાજી મંદિરમાં તા.૩થી દર્શન શરૂ થશેઃ આરતી-મહાયજ્ઞનું જીવંત પ્રસારણ

રાજકોટઃ ભાદરવી પૂનમ ૨૦૨૦ને અનુલક્ષીને તા.૨૪/૮ થી તા.૪/૯ સુધી એમ કુલ ૧૨ દિવસ સુધી શ્રી અંબાજી માતા મંદિર તથા ગબ્બરના દર્શન યાત્રાળુઓ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. ભાદરવી પૂનમ મહામેળાનો સમયગાળો પરંપરાગત ૭ દિવસ એટલે કે તા.૨૭થી તા.૨/૯ સુધીનો છે. માઇ ભકતો પગાપાળા આવતા સંઘો અને યાત્રાળુઓની ધાર્મિક લાગણીને ધ્યાને લઇ ભાદરવી પૂનમ મેળાનો સમયગાળો પૂર્ણ થયા બાદ એટલે કે તા.૩/૯ના રોજથી શ્રી અંબાજી મંદિર તથા ગબ્બર યાત્રાળુઓ માટે દર્શનાર્થે ખુલ્લુ મુકાશે.

તા.૩/૯ સરકારની ગાઇડ લાઇન મુજબ સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે માસ્ક પહેરી સેનેટાઇઝ થઇને દર્શનાર્થે પધારવા માઇભકતોને અનુરોધ કરવામાં આવે છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી દ્વારા તા.૨૭ થી તા.૨/૯ સુધી અંબાજી મંદિરમાં વિશ્વ કલ્યાણ અર્થે સહસ્ત્રચંડી મહાયજ્ઞનું આયોજન કરેલ છે. તેમજ માતાજી આરતી, દર્શન, ગબ્બર દર્શન તેમજ મહાયજ્ઞ દર્શનનું જીવંત પ્રસારણ સવારે ૭.૩૦થી રાત્રે ૭.૩૦ કલાક સુધી કરવામાં આવશે. સર્વ માઇભકતો પોતાના ઘરે બેસીને મા જગદંબાનું પુજન અર્ચન કરે એવી ટ્રસ્ટની અપીલ છે.

(11:20 am IST)