Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

રાજયભરમાં ખમૈયા કરતા મેઘરાજા

૧૧૧ તાલુકાઓમાં ઝરમરથી માત્ર ૨ ઈંચઃ ઉકાઈ ડેમની જળ સપાટી ૩૩૫ ફૂટ નજીક

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપીઃ ભાદરવા માસના બીજા અઠવડિયામાં મેઘરાજાએ સતત અનરાધાર હેત વરસાવતા જળ પ્રલય ની સિસ્થી સર્જેલ હતી. પરંતુ છેલ્લા ૪૮ કલાક થી મેઘરાજા નરમ પડ્યાનુ જણાય છે, એમાં પણ છેલ્લા ૨૪ કલાક મા તો રાજય ના ૧૧૧ તાલુકા ઓ ઝરમરથી માત્ર ૨ ઈંચ સુધીનો જ વરસાદ નોંધાયો છે.

 જોકે ઉકાઈ ડેમની જળ સપાટી સતત વધી રહી છે, આજે સવારે ૮ કલાકે સપાટી સતત વધીને ૩૩૩.૫૦ ફૂટે પહોંચી છે, ડેમમાં ૩૨૨૯૯ કયુસેક પાણીની આવક સામે ૧૭૮૭૯ કયુસેક પાણી છોડવામાં આવે છે.

 ફ્લડ કન્ટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાક મા નોંધાયેલ વરસાદ ના મુખાત્વે આંકડા ને જોઈએ તો.. ખેરાલુ ૩૦ મીમી, ગાંધીધામ ૨૪ મીમી, સાણંદ ૧૯ મીમી, માંડવી અને બોરસદ ૧૮ મીમી, સિદ્ઘપુર અને જોટાણા ૧૬ મીમી, ભરૂચ, અમદાવાદ સીટી અને તારાપુર ૧૪ મીમી, ગાંધીનગર ૧૩ મીમી, તલોદ ૧૨ મીમી, અબડાસા અને દાંતા૧૧ મીમી, નખત્રાણા, દાંતીવાડા, કડી અને પ્રાંતિજ ૧૦ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત રાજય ના બીજા ૮૫ તાલુકા ઓ મા ૧ મીમી થી ૯ મિમી સુધી નો હળવો વરસાદ નોંધાયો છે.આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૯.૩૦ કલાકે રાજય ના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા વિરામ ઉપર જણાય છે.

(12:58 pm IST)