Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ગુજરાત કલાવૃંદ કમલમમાં

 કલાકારોના સંગઠન એવા ગુજરાત કલાવૃંદના આગેવાનોએ ગાંધીનગર કમલમ ખાતે શુભેચ્છા મુલાકાત લઇ પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયુ હતુ. પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ભાજપ પ્રવકતા ભરતભાઇ પંડયા, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સાંસ્કૃતિક અને રમતગમત મંત્રી ઇશ્વરભાઇ પટેલ, સંગીત નાટય એકેડમીના ચેરમેન પંકજભાઇ ભટ્ટને પણ રૂબરૂ મળી કલાકારોના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આગામી દિવસોમાં નિયમ પાલન સાથે કલાકારોની લાગણીને પણ ધ્યાને લેવામાં આવે તેવી માંગણી કરાઇ હતી. તેમ ગુજરાત કલાવૃંદના સંસ્થાપક સંજય પંડયા, સનત પંડયા, ધર્મેશ મકાતી, ચિરાગ શાસ્ત્રીની યાદીમાં જણાવાયુ છે.

(3:59 pm IST)