Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમદાવાદ માં બ્રેક ફેઈલ થતા એએમટીએસની બસ ખાડામાં ખાબકી : 4 મુસાફરો ઘવાયા

અકસ્માતમાં તંત્ર ની બેદરકારી છતી થઈ : રોડ ની કામગીરી ચાલુ હતી પરંતુ બેરીકેટ નહોતું : ભારે વરસાદમાં રોડ ધોવાય ગયો : મ્યુન્સિપલ કોર્પોરેશનની પ્રિ-મોનસૂન કામગીરી ના ધજાગરા..

અમદાવાદ: અહીં વૈષ્ણોદેવી સર્કલ પાસે એએમટીએસ ની બસની બ્રેક ફેઈલ થતાં ડ્રાઇવરે કાબુ ગુમાવતા બસ બાજુમાં ખાડા માં ખાબકતા જ મુસાફરોને ઇજા થઈ હતી. અકસ્માતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારી છતી થઈ છે.રોડ કામ દરમિયાન બેરીકેટ રાખેલ નહોતું.

અમદાવાદના એસજી હાઇવે પર વૈષ્ણોદેવી સર્કલ) પાસે એએમટીએસ બસની બ્રેક ફેઇલ થતા બસ ડ્રાઇવરે બર પરથી કાબૂ ગુમાવ્યું હતુ જેથી બસ ખાડામાં ખાબક્વાની ગમખ્વાર ઘટના બની હતી.

બસ ખાડામાં પડતા મુસાફરોની જીવ તાળવે ચોટી ગયા હતા. આ દૂર્ઘટનામાં 4 લોકોને ઇજા પહોંચી હતી.

ઈજાગ્રસ્તોને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.

મુસાફરોને ત્યાં રહેલા પોલીસકર્મીઓ બચાવ્યાં હતા.

આ અકસ્માતમાં એએમટીએસની મોટી બેદરકારી સામે આવી છે.

બસની ડ્રાઇવર મુજબ એસજી હાઇવે પર રોડની કામગીરી ચાલુ હતી, પરંતુ ત્યાં કોઇ બેરિકેડ નહતું.

એસજી હાઇવે પરથી મોટી સંખ્યામાં લોકો અવર-જવર કરતા હોય છે. તેવામાં આ રસ્તો જોખમી સાબિત થઇ રહ્યુ છે.

એએમટીએસની 501 નંબરની બસ સાથે અકસ્માત સર્જાયો હતો.

આ બસ ઉજાલા સર્કલથી વૈષ્ણોદેવી સર્કલ તરફ આવી રહી હતી. બસના ડ્રાઈવરએ જણાવ્યું કે,

“ગાડીની બ્રેક ફેલ થઈ ગઈ હતી. બસ ખાબકી ત્યારે ત્યાં બેરિકેડ ન હતું. ત્યારે બસ સીધી આવીને ખાડામાં ખાબકી હતી. જોકે, બસની સ્પીડ 30 જેટલી હોવાથી કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી. પરંતુ બેથી ત્રણ મુસાફરોને સામાન્ય ઈજા થઇ હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.”

અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ વરસવાના કારણે શહેરના રસ્તાઓ ધોવાઇ ગયા છે.

અનેક જગ્યાએ મોટા-મોટા ભૂવાઓ પણ પડતા હોય છે. જેથી અહીં AMCની પ્રી-મોન્સૂન કામગીરી પર અનેક પ્રશ્નો ઉભા થાય છે.

AMC પ્રી-મોન્સૂન કામગીરી પાછળ રૂપિયા પાણીની જેમ વહાવે છે.

જોકે વરસાદ વરસતાની સાથે જ AMCની પ્રી-મોન્સૂન કામગીરીના ફુગ્ગા ઉડી જાય છે.

(7:57 pm IST)