Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસમાં અકલ્પનીય ગતિશીલતા સાથે કોરોના પછીની ન્યૂ નોર્મલ – નવી જનજીવન શૈલીથી વિકાસ કામો ને ગતિ આપવાની મુખ્યમંત્રીશ્રીની સંકલ્પબદ્ધતા : આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મહત્વના ટુલ-ડી.પી-ટી.પી અંતર્ગત ૭ ટી.પી સ્કીમ મંજૂર કરતા શ્રી વિજયભાઇ રૂપાણી

ર૦ર૦ના વર્ષમાં ટી.પી ડી.પી મંજૂરીનું અર્ધશતક પાર : ર૦૧૮-૧૯માં મુખ્યમંત્રીશ્રીએ ટી.પી મંજૂરીના બે શતક પૂર્ણ કર્યા છે : મુખ્યમંત્રીશ્રીએ ઔડાની બે ડ્રાફટ – ભાવનગરની ૧ ડ્રાફટ ટી.પી-અમદાવાદની બે વેરીડ પ્રીલીમનરી ટી.પી-ગુડા અને રાજકોટની ૧-૧ ફાયનલ ટી.પી સાથે ૭ ટી.પી એક જ દિવસમાં મંજૂર કરી : ઔડાની બે ડ્રાફટ ટી.પી મંજૂર થવાથી ૧૭.૮૬ હેકટર્સ જમીન આર્થિક – સામાજિક રીતે નબળા વર્ગના લોકોના આવાસ નિર્માણ માટે ઉપલબ્ધ થશે : સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે રર.૧પ હેકટર્સ બાગ બગીચા – રમત ગમતના મેદાન માટે ર૩.ર૩ હેકટર્સ જમીન મળશે : ટી.પી સ્કીમના ત્વરિત અમલીકરણથી ઇન્ફ્રાસ્ટ્રકચર કામોને વેગ આપી પ્રધાનમંત્રીશ્રીના ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ અભિગમને સાકાર કરવા લીડ લેવાની ગુજરાતની નેમ

ગાંધીનગર : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના-કોવિડ-19 સંક્રમણ સાથે-સંક્રમણ સામે જનજીવન ઝડપભેર પૂર્વવત બનાવવા ન્યૂ નોર્મલ નવી જનજીવન શૈલીથી વિકાસ કામોને ગતિ આપવાની સંકલ્પબદ્ધતા સાથે એક જ દિવસમાં ૭ જેટલી ટી.પી સ્કીમને મંજૂરી આપી છે.
તેમણે રાજ્યમાં આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ ટૂલ એવા  ડી.પી, ટી.પી.ની મંજૂરીમાં ગતિશીલતા અને પારદર્શીતાના અભિગમ સાથે જે ૭ ટી.પી સ્કીમ મંજૂર કરી છે તેમાં ૩ ડ્રાફટ ટી.પી, ર પ્રીલીમીનરી તેમજ ર ફાયનલ ટી.પી.નો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીશ્રીએ આ ૭ ટી.પી ને મંજૂરી આપતાં ર૦ર૦ના વર્ષમાં રાજ્યમાં ટી.પી .ડી.પી ની. મંજૂરીનું અર્ધશતક પાર થયું છે.
આ એક જ વર્ષમાં તેમણે ર૪ ડ્રાફટ ટી.પી, ૧૬ પ્રિલીમીનરી ટી.પી અને ૭ ફાયનલ ટી.પી તેમજ ૩ ડ્રાફટ ડેવલપમેન્ટ પ્લાન સાથે પ૦ ટી.પી, ડી.પી.ની પરવાનગીઓ આપી છે.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસ સાથે આર્થિક-સામાજીક રીતે નબળા વર્ગોના લોકો માટે આવાસ નિર્માણ, જાહેર સુવિધાઓ તેમજ ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલિટીઝ માટે સત્તાતંત્રોને જમીન સંપ્રાપ્ત કરાવવાના નિર્ણાયક અભિગમ સાથે  આ અગાઉ ર૦૧૮ અને ર૦૧૯ના વર્ષોમાં સતત ૧૦૦-૧૦૦ ટી.પી.ની મંજૂરીની સિદ્ધિ મેળવેલી છે.
હવે, મુખ્યમંત્રીશ્રીએ ર૦ર૦ના વર્ષમાં જે વધુ ૭ ટી.પી ને એકસાથે મંજૂરી આપી છે તેમાં ઔડાની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૪૩૦ વિસલપુર તથા નં. ૪૩૬ (વિસલપુર-નવાપુર-સનાથલ) તેમજ ભાવનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં ૧૬ (અઘેવાડા), અમદાવાદની જ બે વેરીડ પ્રીલીમનરી ટીપી સ્કીમ નં. ૧ (મેમનગર) અને નં. ૪૭ (મોટેરા –કોટેશ્વર) તથા બે ફાયનલ ટીપી સ્કીમ જેમાં ગુડાની નં. ૧૧/એ અડાલજ તથા રાજકોટની ટીપી ૯ ને મંજૂરી આપી છે.
અમદાવાદ – ઔડા વિસ્તારની વધુ બે ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થવાથી ખાસ કરીને વિસલપુર-સનાથલ-નવાપુર વિસ્તારની વધુ ૫૩૫ હેકટર્સ જમીનના આયોજનને આખરી ઓપ મળશે. આ બે ડ્રાફ્ટ ટીપી સ્કીમથી સત્તામંડળને ૧૩૪ જેટલા જાહેર હેતુના પ્લોટો સંપ્રાપ્ત થશે.
એટલું જ નહિ, સત્તામંડળને જાહેર હેતુના સંપ્રાપ્ત થનાર પ્લોટસમાં આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ (SEWSH) માટે આશરે ૧૭.૮૬ હેકટર્સ જમીન, બગીચા/ખુલ્લી જગ્યા/રમત-ગમતના મેદાન વિગેરે માટે આશરે ૨૩.૨૩ હેકટર્સ જમીન, સામાજીક માળખા માટે આશરે ૨૨.૧૫ હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે લગભગ ૪૫.૨૬ હેકટર્સ જમીન મળી કુલ ૧૦૮.૫૦ હેકટર્સ જેટલી જમીન ઉપલબ્ધ થશે.
ભાવનગર શહેરમાં ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં. ૧૬ (અઘેવાડા)ને મુખ્યમંત્રીશ્રીએ મંજૂરી આપતા ભાવનગર શહેરમાં ગયા વર્ષમાં મંજૂર કરેલ છ ટીપી સ્કીમ પછી આ સાતમી ડ્રાફ્ટ સ્કીમથી શહેરમાં ટીપી નું આયોજન ઘણુ ઝડપી બનશે. આ મંજૂર થયેલ ટી.પી ૧૬-અઘેવાડાને પરિણામે ૨૭૫ હેકટર્સ વિસ્તારની યોજનાથી સત્તામંડળને કુલ ૧૦૪ જેટલા જાહેર હેતુ માટેના પ્લોટ સંપ્રાપ્ત થશે.
આ પ્લોટમાં સામાજીક અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ માટે આશરે ૮.૬૭ હેકટર્સ જમીન, ખુલ્લી જગ્યા/બાગ બગીચા માટે ૬.૬૦ હેકટર્સ જાહેર સુવિધા / રમત-ગમતના મેદાન માટે ૨૧.૭૦ હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે આશરે ૧૩.૫૯ હેકટર્સ જમીન મળી કુલ આશરે ૫૦.૫૬ હેકટર્સ જમીન સત્તામંડળને સંપ્રાપ્ત થવાની છે.
મુખ્યમંત્રીશ્રીએ ટીપી સ્કીમોનું ઝડપથી અમલીકરણ કરી ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોને પ્રાધાન્ય આપી વડાપ્રધાનશ્રીના ઇન્ફ્રાસ્ટ્રકચર વૃદ્ધિના અભિગમને ત્વરિત સાકાર કરવામાં ગુજરાત લીડ લે તેવી નેમ સાથે કાર્યરત થવા પણ તાકીદ કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ખાસ કરીને ડ્રાફ્ટ સ્કીમની મંજૂરી બાદ સત્તામંડળો દ્વારા અધિનિયમની જોગવાઇ મુજબ રસ્તા-આંતરમાળખાકિય સેવાઓના અંતિમખંડોનો કબ્જો લેવાની પ્રક્રિયા તુરંત જ હાથ ધરીને આગળની કાર્યવાહી વિના વિલંબે પૂર્ણ થાય તેવા સ્પષ્ટ દિશાનિર્દેશો પણ ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીઓને આપેલા છે.
સી.એમ-પીઆરઓ/અરૂણ

(4:23 pm IST)