Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમદાવાદ: જીએસટી વિભાગના ભરૂચની જિનસેસીસ ફોર-યુ કંપનીમાં દરોડા:446 કરોડની છેતરપિંડીની ફરિયાદ દાખલ

અમદાવાદ: શહેરમાં જીએસટી વિભાગ દ્વારા ભરુચમાં આવેલી જિનસેસિસ ફોર-યુ નામની કંપનીમાં દરોડા પાડયા હતા. જેમાં કંપની દ્વારા પિરામીડ સ્કીમમાં ઉચા વળતરની લાલચ આપીને લોકો પાસે રૃા. ૪૪૬ કરોડ પડાવીને છેતરપીંડી કરવામાં આવી હતી. આ કેસમાં ગાંધીનગર સીઆઇડીમાં ગુનો નાંેધીને આરોપી દિલીપ જૈનની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસની વિગત એવી છે કે જીએટી વિભાગ વડોદરા દ્વારા તા. ૨૫ ના રોજ ભરુચમાં ધરમનગર, ગામ ભોલવ, જાડેશ્વર રોડ ખાતે  જિનસેસિસ ફોર-યુ કંપનીમાં દિલીપભાઇ બાબુલાલ જૈનના ત્યાં દરોડા પાડયા હતા. જેમાં લોકો સાથે કૌભાંડ આચર્યું હોવાનું બહાર આવતાં ગાંધીનગર સ્થિત સીઆઇડી ક્રાઇમે ઇન્કવાયરી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં આરોપીએ ૨૦૧૫માં જિનસેસિસ ફોર-યુ નામની મલ્ટીલેવલ   માર્કટીંગનો ધંધો શરૃ કર્યો હતો. જેમાં  પોતાની કંપનીમાં એક વર્ષ માટે ૧આઇડીમાં રૃા. ૮૫૦૦ તથા ૩ આઇડીમાં રૃા. ૨૫,૫૦૦ તથા  ૭ આઇડીમાં રૃા. ૫૯,૫૦૦  અને ૧૫ આઇડીમાં રૃા. ૧,૨૭,૫૦૦ ં મુજબના નાણાંનું રોકાણ કરવાથી પોતાના રોકાણ પ્રમાણે રૃા. ૧૨૦૦, રૃા. ૩૬,૦૦  રૃા. ૮૪,૦૦ અને રૃા. ૧૮,૦૦૦ મુંજબનું વળતર દર મહિને આપવાની લાલચામણી અને લોભામણી સ્કિમો બહાર પાડી હતી તેમજ એક રોકાણકાર તેની નીચે બીજા રોેકાણકારોને લાવે તોે એક રોકાણકાર દીઠ રૃા. ૨૫૦ કમિશન કંપની તરફથી આપવામાં આવશે. 

(6:16 pm IST)