Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સુરતના ઉઘના-મગદલ્લા રોડ નજીક પોલીસે ડુપ્લીકેટ ગુટખાના જથ્થા સાથે વેપારીની ધરપકડ કરી

સુરત: શહેરના ઉધના-મગદલ્લા રોડ સ્થિત ચોસઠ જોગણી માતાના મંદિર નજીક ખટોદરા કોમ્યુનિટી હોલ સામેથી ખટોદરા પોલીસે વિમલ પાન મસાલા કંપનીના ડુપ્લીકેટ ગુટખાના 1248 નંગ પાઉચ અને તમાકુના 12,480 નંગ પાઉચ કિંમત રૂ. 49,920ના મુદ્દામાલ સાથે ઓમપ્રકાશ સાવરમલ શર્મા (ઉ.વ. 44 રહે. 106, વૃંદા પેલેસ, રામનગર, અંત્રોલી અને મૂળ ફતેહપુર, જિ. સીકર, રાજસ્થાન) ને ઝડપી પાડી પોલીસે ટ્રેડ માર્ક એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

પોલીસે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં છેલ્લા આઠેક મહિનાથી ડુપ્લીકેટ ગુટખાનું વેચાણ કરતો હોવાની કબૂલાત ઓમપ્રકાશે કરી હતી.

(6:17 pm IST)