Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

સુરતના અમરોલીમાં કારખાનામાં લોકડાઉન બાદ તસ્કરો ત્રાટક્યા:1.12 લાખની મતાની ઉઠાંતરી

સુરત: શહેરના અમરોલીના સાંઇ એમ્બ્રોડરી વિભાગ 1માં પ્લોટ નં. 1માં એમ્બ્રોડરી કારખાનામાં લોક્ડાઉન બાદ તસ્કરો ત્રાટકયા હતા. તસ્કરો કારખાનાના મેઇન દરવાજાનું તાળું ડુપ્લીકેટ ચાવી વડે ખોલી અંદર પ્રવેશી કારખાનામાંથી એમ્બ્રોડરી વર્કની 800 સાડી પૈકી 248 નંગ સાડી કિંમત રૂ. 99,200 અને એમ્બ્રોડરી મશીનના ડિવાઇસ નંગ 45 કિંમત રૂ. 13,500 મળી કુલ રૂ. 1.12 લાખની મત્તાના ચોરીને ફરાર થઇ ગયા હતા. 

લોક્ડાઉન દરમ્યાન કારખાના બંધ હોવાથી વતન જનાર કારખાનેદાર અરવિંદ દેવજી ઇટાલીયા (ઉ.વ. 38 રહે. બી/1/301, અભિષેક રેસીડન્સી-2, સુદામા ચોક, મોટા વરાછા અને મૂળ નાગધણીંબા ગામ, જિ. ભાવનગર) અઠવાડિયા અગાઉ પરત સુરત આવ્યા હતા અને ગત રોજ કારખાને ગયા ત્યારે ચોરી થઇ હોવાની જાણ થતા તેમણે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(6:18 pm IST)