Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

નર્મદા ડેમ ની જળસપાટી 130 .56 મીટરે પહોચી: ડેમમાંથી પાણી છોડાતા ગરુડેશ્વર પાસેનો વિયર કમ કોઝવે ડેમ ઓવરફ્લો થયો

વીજ ઉત્પાદન કરતા RBPH ના 200 મેગાવોટ ના 5 ટર્બાઇન શરુ કરાયા : ડેમ ખાતે સાંજે 6-00 કલાક સુધી 107799 કયુસેક પાણી ની આવક થતાં વીજ ઉત્પાદન માટે 40076 કયુસેક પાણી નુ આઉટફલો

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : રાજ્ય ની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ ના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તેમજ ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્રવર ડેમ માથી પાણી છોડતા નર્મદા ડેમ ની જળસપાટી મા સતત વધારો નોંધાઇ રહ્યો છે ત્યારે ગુરુવારે સાંજ ના 6-00 કલાકે નર્મદા ડેમ ની જળસપાટી 130.56 મીટરે નોધાઇ હતી.જ્યારે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ગત તા.26 ના રોજ ડેમ માથી 1 લાખ કયુસેક થી પણ વધુ પાણી છોડવાની જાહેરાત કરાઇ હતી જે વીજ ઉત્પાદન કરવા બંધ રાખી હોવાનું જાણવા મળ્યું છે .

નર્મદા ડેમ મા ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તેમજ ઉપરવાસમાં આવેલા ઓમકારેશ્રવર ડેમ માથી પાણી છોડતા આજરોજ સાજે 6-00 કલાકે ડેમ ની જળસપાટી 130.56 મીટરે પહોંચી હતી.ડેમ ખાતે હાલ 107790 કયુસેક પાણી ની આવક થતાં વીજ ઉત્પાદન માટે 200 મેગાવોટ ના RBPH ના 5 ટર્બાઇન ચાલુ કરી વીજ ઉત્પાદન હાથ ધરવામાં આવી રહયુ છે જે માટે 40076 કયુસેક પાણી નુ આઉટફલો થઇ રહ્યો છે.જે નર્મદા નદી મા વહી રહ્યો છે. હાલ CHPH ના ટર્બાઇન શરું કરવામા આવ્યા નથી.વીજ ઉત્પાદન માટે પાણી નો વપરાશ થતો હોય નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે.

નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાંદોદ,ગરુડેશ્વર અને તિલકવાડા તાલુકા ના નદી કિનારે ના ગામોને એલર્ટ કરાયા છે.આ ઉપરાંત ભરુચ જીલ્લા સહિત વડોદરા જીલ્લા ના નર્મદા કાંઠાના ગામ પણ એલર્ટ કરવાની સુચના તંત્રને અપાઈ હોવાનું જાણવા મળ્યું છે .

ડેમ ની જળસપાટી માં પ્રતિ કલાકે 2 સે.મી.નો વધારો હાલ નોંધાઇ રહ્યો છે.નર્મદા નદી મા પાણી છોડતા પહેલા વીજ ઉત્પાદન હાથ ધરવામાં આવી રહયું છે જો પાણી ની સપાટી વધુ પ્રમાણ માં વધસે તોજ નર્મદા નદી મા એક સાથે પાણી છોડાસે, હાલ નદી મા વીજ ઉત્પાદન થતા પાણી નો આઉટ ફલો થઇ રહયો છે, જેથી નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. ડેમમાંથી પાણી છોડાતા ગરુડેશ્વર પાસે આવેલો વિયર કમ કોઝવે ડેમ ઓવરફ્લો થયો છે.

(7:58 pm IST)