Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

ભાજપના વધુ એક સાંસદ અમદાવાદના ડો. કિરીટ સોલંકીને વળગ્યો કોરોના

અમદાવાદ વેસ્ટના ભાજપ સાંસદ ડો. કિરીટભાઈ પ્રેમજીભાઈ સોલંકીને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોનાના લક્ષણો જોવા મળતા  તેમણે ટેસ્ટ કરાવતા તેમને કોરોના પોઝિટિવ હોવાનું માલૂમ પડેલ.

તેઓને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે. કિરીટભાઈ સોલંકી ત્રણ વખત અમદાવાદની બેઠક ઉપરથી ચુંટાઈ આવેલ છે.

(10:11 pm IST)