Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમદાવાદમાં મુખ્‍યમંત્રીની યોજના ‘હર ઘર નલસે જલ' હેઠળ રૂ.પ૦૦ ભરી ગેરકાયદે નળ કનેકશન રેગ્‍યુલર કરાવી શકાશે

અમદાવાદ મ્‍યુનિસિપલ કોર્પો.ની સ્‍પષ્‍ટતા ગેરકાયદે કનેકશનવાળી જગ્‍યાની માલીકીનો દાવો કરી શકાશે નહિ

અમદાવાદઃ ગુજરાતના મુખ્યમંત્રીએ ગેરકાયદેસર પાણીના જોડાણ માટે માત્ર રૂપિયા 500 ભરી જોડાણ કાયદેસર કરવાની યોજના બહાર પાડી છે. યોજના 31 નવેમ્બર સુધીમાં અમલમાં રહેશે. જેનો લાભ અમદાવાદ સહિતના રાજ્યના અન્ય શહેરી રહીશોને મળી શકશે. જો કે ગઇ કાલે શરુ થયેલી યોજના અંગે કોર્પોરેશને ગુરુવારે અંગે સ્પષ્ટતા કરી કે જોડાણના આધારે કોઇ પણ વ્યક્તિ સરકારી કે ખાનગી જગ્યામાં આવેલા રહેણાંકના ઉપયોગમાં લેવાતા એકમોની  સંબંધિત જગ્યા પર માલિકીનો હક્કદાવો કરી શકશે નહીં.

 પ્રાપ્ત વિગત મુજબ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન (AMC) અન્ય મ્યુ. કોર્પોરેશન હેઠળના વિસ્તારોમાં નિયત અરજીફોર્મમાં  અરજી કરી નાગરિકો માટે પાણીના કનેકશનની કાર્યવાહી કરવામાં આવે છે. કેટલાંક કિસ્સાઓમાં સરકારી કે ખાનગી જમીનમાં રહેતાં નાગરિકો આવી કોઇ પ્રક્રિયા અનુસર્યા વગર કે નિયત ફી ભર્યા વગર ગેરકાયેદસર રીતે પાણી કનેકશન મેળવી પાણીનો વપરાશ કરી રહ્યા છે.

 ‘હર ઘર, નલ સે જલ:જયાં માનવી ત્યાં સુવિધાસૂત્ર

પાણીની મૂળભૂત જરૂરિયાતને ધ્યાને લઇને આવા ગેરકાયદેસર કનેકશનોને કાપી શકાતા હતા. તેમ પુરાવાના અભાવે આવા કનેકશનો કાયદેસર કરી શકાતા હતા. પરંતુ ભારત સરકારના સૂત્રહર ઘર, નલ સે જલતથા ગુજરાતના મુખ્યમંત્રીનાજયાં માનવી ત્યાં સુવિધાના અભિગમને યથાર્થ કરવા ગુજરાત સરકાર દ્રારા તમામ શહેરી વિસ્તારોમા દરેક ઘરમાં નળ દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્ય રખાયું છે.

કનેક્શન માત્ર અડધા ઇંચની પાઇપ લાઇનનું રહેશે

લક્ષ્યને ધ્યાનમાં લઇને ગુજરાતના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્ગારા તા. 26 ઓગસ્ટથી યોજના જાહેર કરી છે. ઠરાવ અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં સરકારી કે ખાનગી જગ્યામાં આવેલા રહેણાંકના ઉપયોગમાં લેવાતા એકમોમાં રહેતી વ્યક્તિ 500 રુપિયા ભરી પાણીનું કાયદેસર કનેક્શન મેળવી શકશે. પરંતુ કનેક્શન અડધા ઇંચની પાઇપ માટેનું રહેશે.

ગેરકાયદેસર કનેક્શન ધરાવનારા પણ લાભ લઇ શકે છે

વળી ઘર વપરાશના હેતુસર ગેરકાયદેસર રીતે કનેકશન લીધેલા હોય તેવા એકમોના પાણીના અડધો ઇંચના કનેકશન દીઠ રૂપિયા 500ની રકમ મ્યુનિ. કોર્પોરેશનને ચુકવી કનેકશન રેગ્યુલર તથા કાયદેસર કરાવી શકાશે. ઉપરાંત જે વ્યક્તિ જેને પાણીના કનેકશનની સુવિધા નથી તેઓ અરજી કરી અડધા ઇંચના કનેકશન દીઠ નિયત રૂપિયા 500 ભરી પાણીનું નવું કનેકશન મેળવી શકશે.

(10:39 pm IST)