Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમદાવાદના SVPI‍ એરપોર્ટ દ્વારા પ્રોપર્ટી ટેક્ષ ન ભરાતા અમદાવાદ કેન્‍ટોનમેન્‍ટ બોર્ડ દ્વારા સીલ મારી દેવાયું: વારંવાર ટેક્ષ ભરવાની યાદી આપવા છતા પણ એરપોર્ટ ઓથોરીટી દ્વારા ટેક્ષ ન ભરાતા કાર્યવાહીઃ એપ્રીલ ૧૮મી માર્ચ ર૦ સુધીનો ટેક્ષ બાકી

અમદાવાદઃ અહીંના SVPI એરપોર્ટ દ્વારા પ્રોપર્ટી ટેક્ષ ન ભરાતા અમદાવાદ કેન્‍ટોનમેન્‍ટ બોર્ડ દ્વારા સીલ મારી દેવાયુ છે.  વારંવાર ટેક્ષ ભરવાની યાદી આપવા છતા પણ એરપોર્ટ ઓથોરીટી દ્વારા ટેક્ષ ન ભરાતા આ કાર્યવાહી થઇ છે. એપ્રીલ ૧૮થી માર્ચ ર૦ર૦ સુધીનો ટેક્ષ બાકી છે.

અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડના એએઆઇના નેજા હેઠળ આવતા એસવીપીઆઇ એરપોર્ટ પાસેથી 1,73,03,448 રૂપિયાની રકમ લેવાની નીકળે છે.

મિલકતને સીલ મારવામાં આવ્યું છે. 27મી ઓગસ્ટના રોજ મારવામાં આવેલા સીલની તારીખથી સાત દિવસમાં પ્રોપર્ટી ટેક્સ પેટેની બાકી રકમ નહી ચૂકવાય તો પછી સીલ મારેલી આ મિલકતની હરાજી કરીને આ રકમ વસૂલ કરવામાં આવશે. આ માટે એરપોર્ટ ડિરેક્ટરને નોટિસ ફટકારવામાં આવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એએઆઇ) દ્વારા લીઝ પર આપવામાં આવેલી 6.55 લાખ ચોરસ ફૂટની ભાડે આપેલી જગ્યા માટે તેઓએ પ્રોપર્ટી ટેક્સ ચૂકવ્યો નથી. ન ચૂકવાયેલા પ્રોપર્ટી ટેક્સની કુલ રકમ 3.36 કરોડ રૂપિયા થાય છે.

(11:44 pm IST)