Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજપીપળા સરકારી દવાખાના પાસે આંકડા લખનાર શખ્સ રૂપિયા 970 સાથે ઝડપાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના સરકારી દવાખાના પાસે આંકડા લખતા એક શખ્સને પોલીસે રોકડ રકમ સાથે પકડી પાડ્યો હતો.

મળતી માહિતી મુજબ રાજપીપળા પોલીસે બાતમીના આધારે સરકારી દવાખાના પાસે ખુલ્લી જગ્યામાં આંક ફરકના આંકડાનો જુગાર રમી રમાડી અંગ ઝડતીના રોકડા રૂ|. ૯૭૦  તથા જુગારના સાહીત્યો સાથે સિરાજ ઇસ્માઇલ મનસુરીને પકડી કાયદેસર કાર્યવાહી કરી છે

(10:05 pm IST)