Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજયભરના ૨૧૧ તાલુકામાં તલાટીઓની પેન ડાઉન સ્ટ્રાઇક : સૌરાષ્ટ્રના ૪૨૦૦ તલાટીઓ લડતમાં જોડાયા

પેનડાઉન સ્ટ્રાઈક કરીને તમામ કામગીરીનો બહિષ્કાર : પેનડાઉન બાદ ૧ ઓક્ટો.એ માસ CL, ધરણા કાર્યક્રમ

રાજકોટ :  રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કામ કરતા પંચાયત તલાટીઓ તા.૨૭ના રોજ પોતાની લડતમા પેનડાઉન સ્ટ્રાઈક કરીને તમામ કામગીરીનો બહિષ્કાર કરશે  સૌરાષ્ટ્રના ૪૨૦૦ તલાટીઓ આ લડતમાં જોડાઈ રહ્યા છે.

રાજકોટ તલાટી મંડળના અગ્રણી ગરૈયાએ જણાવ્યુ હતુંકે, અમારી પડતર માંગણીઓ અંગે લડત શરૂ કરવામાઆવી છે. જેમાં તા.૨૭ના રોજ તલાટીઓ કચેરીમાં જશે પણ કોઈ કામગીરી નહિ કરે યાને કે પેન ડાઉન કરીને બેઠા રહી રહી વિરોધ પ્રદર્શીત કરશે. બાદમાં તા.૧ ઓકટોબરે માસ સી.એલ. મૂકીને તાલુકા મથકોએ ધરણા યોજીને માંગણીઓ અંગે સુત્રોચ્ચાર કરાશે. આ દિવસથી મહેસુલી કામગીરીનો પણ બહિષ્કાર કરી દેવાશે. તલાટીઓની સાથે અન્યાય થઈ રહ્યો છે. ૨૦૦૪થી ૨૦૦૬ સુધીના કર્મચારીઓને કાયમી નથી ગણવામા આવતા પણ તેની પછીની ભરતીમાં ગણાય છે. આવી જ રીતે ઉચ્ચતર પગાર ધોરણ પણ આપવામા આવતું નથી. અમારી માંગ વ્યાજબી હોવા છતા સ્વિકારાતી નથી. જો કે, આ વખતે અમે હક્ક લઈને ઝંપીશું.

(10:10 am IST)