Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ડ્રગ્સ હેરાફેરીનું કેન્દ્ર બન્યું ગુજરાત ! : પાલનપુર પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે આરોપીને ઝડપ્યા

એસઓજી પોલીસે અમદાવાદથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા બે શખ્સો પાસેથી 26 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું

પાલનપુર: ગુજરાતના મુન્દ્રા પોર્ટ પરથી 21 હજાર કરોડનું 3 હજાર કિલો ડ્રગ્સ પકડાતા ચકચાર મચી ગયો હતો. ત્યારે રાજ્યના બનાસકાંઠા જિલ્લામાંથી ડ્રગ્સ પકડાવવાનો કિસ્સા સામે આવ્યો છે. પાલનપુરમાંથી પોલીસે એમડી ડ્રગ્સ સાથે બે શખ્સોની અટકાયત કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠાની પાલનપુર SOG પોલીસે શહેરના એરોમા સર્કલ પાસેથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે બાતમીના આધારે અમદાવાદથી રાજસ્થાન તરફ જતી લક્ઝરી બસમાં મુસાફરી કરી રહેલા બે શખ્સો પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે કુલ 26 લાખ રૂપિયાની કિંમતનું 260 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, પાલનપુર SOG પોલીસે રાજસ્થાનના બે આરોપીની અટકાયત કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીઓ આ ડ્રગ્સ કોને આપવાના હતા અને કટેલા સમયથી તેઓ આ ડ્રગ્સના નેટવર્કમાં સંડોવાયેલા છે તે અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(11:21 am IST)