Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા ડો. નીમાબેન આચાર્ય

અધ્યક્ષ પદે ડો. નીમાબેન આચાર્યની પસંદગી અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુશી વ્યક્ત કરી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં ડો. નીમાબેન આચાર્ય પ્રથમ મહિલા અધ્યક્ષ બન્યા છે. તેમની સર્વાનુમતે સોમવારે વિધાનસભાના પસંદગી કરવામાં આવી હતી. ડો. નીમાબેન આચાર્યએ વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું . તેમજ પરંપરા મુજબ વિપક્ષે ફોર્મ ના ભરીને તેમની વરણી નિશ્ચિત કરી દીધી હતી.

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે ડો. નીમાબેન આચાર્યની પસંદગી અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે 1960 માં વિધાનસભાની સ્થાપના થઇ બાદ પ્રથમ વાર વિધાનસભાના મહિલા અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્યની વરણી થઈ છે

(12:38 pm IST)