Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના : 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા

અમદાવાદ :  રાજ્યમાં આજથી આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની હવામાન ખાતાએ આગાહી કરી છે. પાંચ દિવસ દરમિયાન તા.28 અને 29ના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તેમ જ 40 થી 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાવાની શક્યતા છે. ગુલાબ વાવાઝોડાની ગુજરાતમાં કોઈ અસર થશે નહીં પરંતુ આ વાવાઝોડું નબળાં પડયા બાદ જે સાયક્લોનિક સરક્યુલેશન સર્જાશે તેની અસર તળે રાજ્યમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગના અધિકારીએ કરી છે.

(12:39 pm IST)