Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજ્યમાં હજુ પણ ૧૭ ટકા વરસાદની ઘટ

રાજ્યના ૨૯ જિલ્લામાં ૧૪૭ તાલુકાઓમાં ઝરમર ઝાપટાથી ૫.૫ ઇંચ સુધીનો વરસાદ

 (જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ તા.૨૭,  ભાદરવા માસના પવિત્ર શ્રાદ્ધ પક્ષ માં મેઘરાજા રાજ્યના અનેક વિસ્તારોમાં મન મૂકીને વરસી રહ્યા છે નવા નીરને પગલે બંધો અને જળાશયો ની જળસપાટીઓમાં સતત  વધારો નોંધાય રહ્યો છે જેને પગલે ઉકાઈ સહીત ના ડેમો માં થી પાણી છોડાય રહ્યું છે.

  ફ્લડ કંટ્રોલ પાસે થી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો કવાંટ ૧૩૫ મિમિ, ડીસા ૧૨૩ મિમિ , ડભોઇ ૭૮ મિમિ, જાલોદ ૭૫ મિમિ, હાલોલ ૬૬ મિમિ, દાંતીવાડા ૪૭ મિમિ, ધાનપુર ૪૩ મિમિ, બોરસદ ૪૧ મિમિ વરસાદ નોંધાયેલ છે.

 આ ઉપરાંત પેટલાદ , વડોદરા, લીમખેડા અને સાંજેલી ૪૦ મિમિ,આણંદ અને મોરવા હડફ ૪૯-૪૯ મિમિ, સરસ્વતી, ધનસુરા અને બાલાસિનોર ૩૮ મિમિ, સાવલી ૩૬ મિમિ, દાંતા ૩૫ મિમિ, વિજાપુર ૩૪ મિમિ, મોડાસા અને કરજણ ૩૨ મિમિ, આંકલાવ ૨૯ મિમિ, ઘોઘમ્બા ૨૮ મિમિ, શહેરા, કડાના અને ઉમરગામ ૨૭-૨૭ મિમિ અને ઊંઝા ૨૬ મિમિ વરસાદ નોંધાયેલ છે  તેમજ સોજીત્રા અને નસવાડી ૨૫ મિમિ, પાદરા ૨૩ મિમિ, જોટાણા, આમોદ અને વલસાડ ૨૨ મિમિ તથા  ખેરાલુ ૨૦ મિમિ વરસાદ નોંધાયેલ છે.

આ સિવાય રાજ્યના ૧૦૮ તાલુકાઓમાં ૧ થી ૧૯ મિમિ સુધીનો હળવો વરસાદ નોંધાયેલ છે આ લખાય રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦ કલાકે મહેસાણા પાટણ અને સાબરકાંઠા પંથક માં મેઘરાજા મહેર વરસાવી રહ્યા હોવાની માહિતી મળે છે.

(1:09 pm IST)