Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

મહેસાણામાં બે કલાકમાં ધોધમાર 2 ઈંચ વરસાદ ખાબક્યો : નીચાળવાળા વિસ્તારમાં પાણી ભરાયા

વરસાદી માહોલ વચ્ચે ઉપવાસથી પાણી આવતા ધરોઈ ડેમમાં પણ નવા નીરની આવક

મહેસાણા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આજે સોમવારે વહેલી સવારથી જ વાતાવરણમાં એકાએક પલટો આવ્યાં બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક જગ્યાઓ પર પાણી ભરાયા હતા. મહેસાણા તાલુકામાં સૌથી વધુ 49 મિ.મી વરસાદ વરસ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે ધરોઈ ડેમમાં ઉપવાસથી પાણી આવતા હાલ ધરોઈ ડેમમાં પણ નવા નિર આવ્યાં છે.

મહેસાણા જિલ્લામાં સોમવારે વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહેસાણા શહેરમાં અનેક જગ્યાઓ પર પાણી ભરાઈ જતા વહેલી સવારે ધંધા અર્થે જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરમાં ફુવારા, ગોપીનાળા, ભમરીયા નાળા, મોઢેરા રોડ, હીરા નગર વિસ્તારમાં પાણી ભરાયા છે.

(1:22 pm IST)