Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પ્રેક્ષક ગેલેરીમાં બેસનારા મુખ્યમંત્રી સહિત ૧૦ સભ્યો હવે ટ્રેઝરી બેન્ચમાં બેસશે

એક બેન્ચ પર બેના બદલે એક સભ્ય બેસી શકે છે

અમદાવાદઃ  કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે ગુજરાત વિધાનસભામાં સભ્યોને બેસવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાતું હોવાથી એક પાટલી પર બેને બદલે એક જ સભ્ય બેસી શકે છે. આ કારણસર છ માસ પહેલાં માર્ચમાં મળેલાં સત્ર દરમિયાન સિનિયર ધારાસભ્યોને ગૃહની અંદર પાટલી પર બેસાડાયા હતા, જ્યારે જુનિયર ધારાસભ્યોને વ્યૂઇંગ ગેલેરી એટલે કે પ્રેક્ષક દિર્ઘામાં બેસાડાયા હતા. આ સંજોગોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સરકારના દસ મંત્રીઓને વ્યૂઇંગ ગેલેરીમાં બેસવું પડ્યું હતું. હવે આ દસ ધારાસભ્યો મંત્રીમંડળના સભ્યો હોઇ ટ્રેઝરી બેંચમાં ગૃહમાં આગળની હરોળમાં ગોઠવાશે.

 આ નવ સભ્યોમાંથી પહેલી વ્યૂઇંગ ગેલેરીમાં મુખ્યમંત્રી શ્રીપટેલ ઉપરાંત હાલના કેબિનેટ કક્ષાના મંત્રીઓમાંના ત્રણ પ્રદીપ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ અને રાજ્યકક્ષાના મંત્રીઓ અરવિંદ રૈયાણી, દેવા માલમ, રાઘવજી મકવાણા અને ગજેન્દ્રસિંહ પરમાર બેસતા હતા. જ્યારે બીજી વ્યૂઇંગ ગેલેરીમાં કુબેર ડિંડોર અને વિનોદ મોરડિયા બેસતા હતા તથા બ્રિજેશ મેરજા ત્રીજી ગેલેરીમાં બેસતા હતા.

(4:39 pm IST)