Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

‘ગુલાબ' વાવાઝોડાના કારણે ગુજરાતમાં શિયર ઝોન સક્રિય થતા 29 અને 30 તારીખે ભારે વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી

અમદાવાદ-ગાંધીનગર-વડોદરા સહિતના વિસ્‍તારોમાં વરસાદની ચેતવણી

અમદાવાદઃ ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાત પર તેની ભારે અસર રહેવાની છે. આગામી 29 અને 30 તારીખના રોજ રાજ્યમાં ભારે વરસાદ રહેશે. કારણકે ગુલાબ વાવાઝોડાને કારણે રાજ્યમાં શિયર ઝોન સક્રિય થયું છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં મૂશળધાર વરસાદ વરસીરહ્યો છે. આજે બપોરના 12 વાગ્યા સુધીમાં કુલ 80 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. જેમા સૌથી વધારે મહેસાણમાં 3.5 ઈંચ, બેચરાજીમાં 2.5 ઈંચ, કડીમાં 2.5, પોશીનામાં 2.5, વિસનગરમાં 2, ખેરાલુમાં 2, લખતરામાં 2 , હળવદમાં 1.5 ઈંચ અને રાજુલા તેમજ વિરમ ગામમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં 1 વ્યકિતનું મોત

અમદાવાદમાં પણ આજે ભારે વરસાદ પડ્યો જેના કારણે સરખેજના વણઝરવાસ પાસે આવેલ ગરનાળામાં એક યુવક ગરકાવ થતા તેનું મોત નિપજ્યું છે. ભારે વરસાદને કારણે શહેરના મોટા ભાગના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે. જે યુવક અંડરપાસમાં મૃત્યુ પામ્યો હતો. તેના મૃતદેહને ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો.

રાજ્યમાં શિયરઝોન થયું સક્રિય

આપને જણાવી દઈકે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં જે ગુલાબ વાવાઝોડું ટકરાયું છે તેની અસર ગુજરાતના દરિયા કિનારે પણ જોવા મળશે. ગુલાબ વાવાઝોડાને કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. જેમા ગુજરાતને ક્રોસ કર્યા બાદ ગુલાબ વાવાઝોડું ફરી થશે સક્રીય. જેના કારણે રાજ્યમાં 29-30 સપ્ટેમ્બરે ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર, દ.ગુજરાતમાં પણ ભારે વરસાદ થશે, તેમજ ઉત્તર-મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ

બીજી તરફ હવામાન વિભાગ દ્વારા પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. કે અમદાવાદ , ગાંધીનગર અને વડોદરામાં અતિભારે વરસાદ પડી શકે છે. ગુજરાત પર એક શિયર ઝોન સર્જાયું, એટલે કે શિયર ઝોનને લીધે રાજ્યમાં વરસાદ રહેશે.

તેલંગાણમાં પૂરને લઈને એલર્ટ

ઉલ્લેખનીય છે કે ગુલાબ વાવાઝોડું હાલ ઓડિશા અને આંધ્રપ્રદેશ બાદ તેલંગાણામાં હાહાકાર મચાવાનું છે. જેથી ત્યા તંત્ર દ્વારા પૂરને લઈને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેલંગાણાના ઘણા વિસ્તારોમાં પૂર આવી શકે છે. સાથેજ અહીયા ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

(5:11 pm IST)