Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

પાલનપુરના બેચરપુરા વિસ્તારમાં કન્યા છાત્રાલય બંધ કરી દેવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો

પાલનપુર:શહેરના બેચરપુરા વિસ્તારમાં એક ખાનગી સંસ્થા દ્વારા શરૃ કરવામાં આવેલી એક કન્યા છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થીનીઓને બહાર કાઢી છાત્રાલય બંધ કરી દેવામાં આવતા વિદ્યાર્થીનીઓ એ ભારે હોબાળો મચાવ્યો હતો.

પાલનપુર શહેરના બેચરપુરા વિસ્તારની મધુવન સોસાયટીમાં ગત ૧૫ ઓગષ્ટ ૨૦૨૧ના રોજ દિવ્ય જ્યોત ફાઉન્ડેશન સંચાલિત સમરસ કન્યા છાત્રાલય ખોલવામાં આવી હતી બનાસકાંઠા ,કચ્છ,પાટણ ,દાહોદ અને રાજસ્થાન ની ૩૦ જેટલી છાત્રાઓ આ હોસ્ટેલમાં રહી પાલનપુરમાં અભ્યાસ કરતી હતી. આ છાત્રાલય માં રહેવા જમવાની સગવડ પેટે પૈસા લેવામાં આવ્યા હતા જે બાદ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓને પુરી સવલતો ન આપી તેમના મોબાઈલ ચેક કરવાના બહાને છાત્રાઓને હેરાન કરવામાં આવતી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા અને રવિવારે સવારે વિદ્યાર્થીનીઓને હોસ્ટેલ બહાર તગેડી મૂકીને હોસ્ટેલ બંદ કરી દેવામાં આવતા છાત્રાઓ અને તેમના વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો અને છાત્રાલયના સંચાલકો વિરુદ્ધ પશ્ચિમ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.

 

(6:52 pm IST)