Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ખેડબ્રહ્મા તાલુકાના દેરોલના જૈન દેરાસરમાં તસ્કરોએ લાખથી વધુની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

ખેડબ્રહ્મા:તાલુકાના દેરોલના જૈન દેરાસરમાં ત્રાટકેલા તસ્કરો ચાંદી અને સોનાના આભૂષણ તેમજ રોકડ રકમ સહિત કુલ રૂ પ,૯પ,૦૦૦ની મત્તા ચોરી ફરાર થઈ જતાં હલચલ મચી છે.

ખેડબ્રહ્મા પોલીસે તસ્કરોને શોધવા ર્ડાગ સ્કવોર્ડએફ.એસ.એલ.ની મદદ લીધી હતી. દેરાસરમાં લગાવેલા સી.સી.ટીવી કેમેરામાં બે તસ્કરો કેદ થયા છે.

તાલુકાના દેરોલ જૈન દેરાસરમાં ત્રાટકેલા તસ્કરોએ ભગવાનના છત્રકળશ તેમજ અન્ય આભૂષણો મળી કુલ-૭ કીલો ૯૦૦ ગ્રામ ચાંદી અને બે તોલા સોનાના આભૂષણોની ચોરી કરી નાસી છૂટયા હતા. સવારે દેરાસરમાં આવેલ પૂંજારીએ છત્રકળશ સહિતના આભૂષણો ગુમ થયાનું જણાતાં ખેડબ્રહ્મા પોલીસને ટ્રસ્ટીઓ દ્વારા જાણ કરવામાં આવી હતી. તસ્કરીની જાણ થતાં ખેડબ્રહ્મા પી.એસ.આઈ. તથા સ્ટાફ જૈન દેરાસર દોડી આવ્યા હતા અને તપાસ દરમ્યાન કોઈ પ્રોફેશનલ ગેંગ દ્વારા તસ્કરીને અંજામ આપ્યાનું જણાતાં ડોગ સ્કવોર્ડ અને એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે.

દેરાસરમાં લગાવેલા સી.સી.ટીવી કેમેરામાં બે શંકાસ્પદ વ્યક્તિઓ જોવા મળ્યા છે અને તે દીશામાં તપાસ શરૂ કરી છે.

(6:53 pm IST)