Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગાંધીનગર ઘ-5 ની ખાણીપીણી બજારમાં ગંદકીના સામ્રાજ્યથી રોગચાળાનો ભય

ગાંધીનગર: શહેરમાં ચોમાસાની ઋતુમાં દર વર્ષે ઠેર-ઠેર વરસાદના પાણી ભરાવવાની સમસ્યા સર્જાય છે. સેકટરો તેમજ કોપલેકક્ષોમાં પણ પાણી ભરાવવાની સમસ્યાઓ જોવા મળી રહે છે.ચોમાસાની મોસમમાં ખાડા પડવાની ,ભુવા પડવાની તેમજ પાણી ભરાઈ જવાની સમસ્યા દિન પ્રતિદિન વધતી જોવા મળી રહી છે ત્યારે ઘ-૫ પાસે આવેલ ખાણી પીમી બજારની વાત કરવામાં આવે તો આ જગ્યાએ દર ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાતી હોય છે.પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના કારણે લોકો વારંવાર મુશ્કેલીનો સામનો કરવા મજબુર બન્યા છે. તો કેટલીક જગ્યાએ વરસાદના પાણી ભરાઈ જવાના કારણ લીલી પણ જોવા મળી રહી છે.જેના કારણે મચ્છરોની ઉપદ્રવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ જગ્યાએ વિવિધ ખાણી-પીણીના સ્ટોલમાં શહેરીજનો મુલાકાત લેતા હોય છે.પરંતુ આ વરસાદી ગંદા પાણી ભરાઈ જવાના કારણે લોકો પાણી ભરાયેલા ખાબોચિયામાં ભોજન લેવા મજબુર બન્યા છે.તો બીજી તરફ લોકોને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.શહેર સ્વસ્છતાના કાર્યક્રમો કરવામાં આવે છે પરંતું જયાંથી શહેરીજનો ખોરાક લઈ રહ્યા છે. ત્યાં જ સ્વસ્છતાને ઘ્યાનમાં લેવામાં આવતી નથી. એક બાજુ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયાના કેસ જે રીતે વધી રહ્યા છે. તે જોતા લાગે છે કે જો આમને આમ ગંદકી દુર ન કરાઈ તો રાગચાળો વધશે. પાણીજન્ય મચ્છર તથા ગંદકીમાં બણબણતા મચ્છરોના કરડવાથી થતો આ રોગ શહેરીજનોને ભરખી રહ્યો છે.ત્યારે ખાણીપીણી બજારમાં ચલાવતા ફુડ કોર્ટમાં ખોરાક ગંદકી વચ્ચે વેચાઈ રહ્યો છે. ખાણી-પીણી બજારની આજુ-બાજુ ગંદકી તથા પાણી ભરાયેલા ખાંબોચિયા દેખાઈ રહ્યા છે.

(6:53 pm IST)