Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

સુરતના ડિંડોલી વિસ્તારમાં પ્રેમપ્રકરણના મુદ્દે યુવાનને પિતાએ સમજાવતા પુત્રનો આપઘાત

સુરત: શહેરના  ડિંડોલી ખાતે પ્રેમ પ્રકરણના મુદ્દે યુવાન  સહિત શહેરના વિવિધ વિસ્તારમાં આપઘાતના પાંચ બનાવ પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં પ્રેમપ્રકરણમાં ગુમસુમ રહેતા પુક્ષને પિતાએ સમજાવતા તેણે ફાંસો ખાઇ લીધો હતો. 

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડિંડોલી ખાતે રહેતો 22 વર્ષનો ધર્મેન્દ્ર પોનાડાએ શનિવારે બપોરે ઘરે લોખંડના એંગલ સાથે સાડી બાંધી ફાંસો ખાઈ લીધો હતો. તે મૂળ આંધ્રપ્રદેશનો વતની હતો અને ભટારની કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. તેની માતા અને બહેન પ્રસંગ હોવાથી વતન ગયા હતા. તે પિતા સાથે ઘરે હતો અને બે ત્રણ દિવસથી ગુમસુમ રહેતો હતો. નિયમિત ભોજન કરતો ન હોવાથી પિતાએ પૂછતા ડીંડોલીની યુવતી સાથે પ્રેમ સંબંધ હોવાનું કહ્યુ હતુ. જેથી પિતાએ યુવતીના પરિવાર સાથે વાતચીત કરી હતી અને ધર્મેન્દ્રને હાલમાં તમારી લગ્નની ઉંમર નથીકામધંધા બાબતે ધ્યાન આપવું જોઇએ એવુ સમજાવતા તેને માઠું લાગી આવતા આ પગલું ભર્યું હતુ. તેના પિતા પાંડેસરાની કંપનીમાં સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે.

(6:56 pm IST)