Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

વડોદરાના બાજવા વિસ્તારમાં મહિલાને ધમકાવી દુષ્કર્મ આચરી પરેશાન કરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: શહેર ના બાજવા નજીકના વિસ્તારમાં એક હિન્દુ મહિલાને ધમકાવી વારંવાર દુષ્કર્મ આચરનાર રહીમ કુરેશી ઉપર હુમલો કરી મકાનમાં તોડફોડ કરવામાં આવી હોવાનો બનાવ બન્યો છે.

મહિલાના મકાનમાં દુષ્કર્મ આચરવાના બનાવ અંગે જવાહર નગર પોલીસ સ્ટેશનમાં જુદી જુદી બે ફરીયાદો નોંધાઈ છે.એક ફરિયાદમાં પીડિતાએ કહ્યું છે કે, ઉંડેરામાં ઇન્દિરા નગર આવાસ ખાતે રહેતો રહીમ બચુભાઈ કુરેશી શારીરિક સંબંધ રાખવા માટે દબાણ કરતો હોઈ મેં ઇનકાર કર્યો હતો. જેથી તેણે ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ગઈ કાલે સવારે પણ આ જ રીતે મારા ઘરમાં આવી ગયો હતો.

બીજી ફરિયાદમાં રહિમ કુરૈશીએ પોલીસને કહ્યું છે કે એક મહિલા સાથે તેને સંબંધ હોવાથી મહિલાએ તેને પોતાને ઘેર બોલાવ્યો હતો. હું મહિલાના મકાનમાં સૂતો હતો ત્યારે તેનો એક સંબંધી આવી ગયો હતો. જેથી મહિલા અને બાહર મોકલી દીધો હતો.

ઉપરોક્ત બનાવ પછી મહિલાનો પતિ તેમજ અન્ય સંબંધીઓ મારા ગાત્રો સાથે મારા ઘેર ધસી આવ્યા હતા અને તોડફોડ કરી મારા પર હુમલો કરતાં મને માથામાં ઇજા પહોંચી છે. જવાહરનગર પોલીસે બંને ફરિયાદો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(6:57 pm IST)