Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

વડોદરા:પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકામાં ચેકપોસ્ટ પાસેથી પોલીસે 46.65 લાખનો દારૂ ભરેલ ટેમ્પો ઝડપી પાડયો

 પંચમહાલ:જિલ્લાના મોરવાહડફ તાલુકામાં સાલીયા(સંતરોડ) ચેકપોસ્ટ પાસેથી રૃા.૪૬.૬૫ લાખનો દારૃનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપી પાડી પોલીસે બે ઈસમોને ઝડપી પાડયા હતાં.

જિલ્લાના મોરવાહડફ તાલુકાના સાલીયા(સંતરોડ) ચેકપોસ્ટ પાસેથી એક બ્રાઉન કલરનો આઇસર ટેમ્પો મોટા પ્રમાણમાં  દારૃનો જથ્થો લઇને પસાર થવાનો છે તેવી બાતમી મળતા મોરવાહડફ પોલીસે સાલીયા(સંતરોડ) ચેકપોસ્ટ પાસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમી મુજબનો આઇશર ટેમ્પો આવતા પોલીસે ટેમ્પાને રોકી તપાસ કરતાં ટેમ્પોમાં છુપાવેલો મોટા જથ્થામાં દારૃ મળ્યો  હતો.

ટેમ્પામાંથી દારૃની ૪૯૮ પેટીઓમાં ભરેલ ૫૯૭૬ બોટલો મળીને કુલ રૃા.૪૬,૬૫,૬૦૦નો દારૃનો જથ્થો કબ્જે કરી ટેમ્પો ચાલક તાજારામ ભગારામ ભૈરારામ જાટ અને ભવરલાલ હેમારામ ભૂરારામ જાટને પકડી પાડયા હતા. પોલીસે ઝડપાયેલા બંને શખ્સોની પૂછપરછ કરતાં દારૃનો જથ્થો રાજસ્થાનથી ભરીને લાવ્યા હોવાનું બંનેએ જણાવ્યું હતું. પોલીસે દારૃનો જથ્થો, મોબાઈલ અને ટેમ્પો મળીને કુલ રૃા.૫૧.૭૭ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને તાજારામ જાટ, ભવરરામ જાટ, રાજુભાઈ જાટ તેમજ દારૃનો જથ્થો ભરીને આપનાર ટેમ્પા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:58 pm IST)