Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગુજરાત એટીએસએ 72 કલાકના જાનના જોખમે ઓપરેશન કર્યું : સાત કિલોથી વધુ હેરોઇન જપ્ત કરી સાતથી વધુ ઇરાનીને ઝડપ્યા

ગૃહમંત્રીએ કહ્યું પોલીસને અભિનંદન આપવાના બદલે તેમનું મોરલ તોડવાનો કોંગ્રેસે જે પ્રયાસ કર્યો છે તે નિંદનીય

ગાંધીનગર : ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે ખડેપગે તૈનાત રહી જાનના જોખમે સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે ત્યારે પોલીસને અભિનંદન આપવાના બદલે તેમનું મોરલ તોડવાનો કોંગ્રેસે જે પ્રયાસ કર્યો છે તે નિંદનીય છે.

 વિધાનસભા ખાતે રાજયમાં દારુની નવી પરમીટ/ રિન્યુ કરવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે, ગુજરાત ત્રાસવાદ વિરોધી દળ ( ATS ) દ્વારા તાજેતરમાં 72 કલાકના જાનના જોખમે ઓપરેશન હાથ ધરીને સાત કિલોથી વધુ હેરોઇન જપ્ત કરીને સાતથી વધુ ઇરાની વ્યક્તિઓને પકડી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ માટે એટીએસના સૌ પોલીસ અધિકારી- કર્મચારીઓને અભિનંદન પાઠવું છું. પોલીસની સારી કામગીરી હોય ત્યારે તેમને બિરદાવીને પ્રોત્સાહિત કરવા એ આપણા સાૈની ફરજ છે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં ઉમેર્યું કે, દારુની નવી પરમીટ / રીન્યુ કરવા માટે અરજી ફીના બદલે પ્રોસેસ ફી રૂપિયા 2000 અને મેડિકલ એકઝામીનેશન ફી રૂપિા 2000 નિયત કરવામાં આવી છે.

શ્રમ અને રોજગાર મંત્રી બ્રિજેશકુમાર મેરજાએ જણાવ્યું કે, બાંધકામ સ્થળો પર કોઇપણ શ્રમોગીઓનું અકસ્માતે મુત્યુ ન થાય તે માટે નિરીક્ષક દ્વારા સાઇટ વિઝીટ કરી સલામતિ ચકાસવામાં આવે છે તેમજ શ્રમયોગીના અકસ્માતે મૃત્યુના કિસ્સામાં તાત્કાલિક ધોરણે તેમના પરિવારને એક્સ ગ્રેસિયા ધોરણે સહા ચુકવવામાં આવે છે.

મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં બાંધકામ સાઇટ પર થતાં પ્રાણઘાતક અકસ્માત સંદર્ભે મંત્રીએ જણાવ્યું કે, અકસ્માતોના કિસ્સામાં ગુજરાત બિલ્ડીંગ એન્ડ અધર કન્ટ્રકશન વર્કસ નિયમ 2003 હેઠળ અમદાવાદ શહેરમાં સંસ્થા તથા સંસ્થા માલિક સામે 224 કેસ તેમજ મહેસાણા જિલ્લામાં 16 કેસ કરવામાં આવ્યા છે.

વધુમાં શ્રમયોગીઓને સહાય ચુકવણી અંગે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં 19.82 લાખ તેમ જ અમદાવાદ શહેરમાં 2 કરોડ 85 લાખ જેટલી સહાય ચુકવવામાં આવી છે.

(8:39 pm IST)