Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

એ.ડી.સી બેંક વિરમગામ દ્રારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું

એ.ડી.સી બેંકના ડીરેકટર, બેંકના અધિકારીઓ, રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો : રક્તદાન કેમ્પમાં ૧૧૫ રકતદાતાઓએ રકતદાન કર્યુ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૧માં જન્મદિવસની ઉજવણીના ભાગરુપે ‘એ.ડી.સી બેંક’ વિરમગામ દ્રારા ‘રક્તદાન શિબિર’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પુર્વ  ધારાસભ્ય અને એ.ડી.સી બેંક ના ડીરેકટર વજુભાઈ ડોડીયા, બેંક ના અધિકારીઓ તેમજ રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રક્તદાન કેમ્પમાં ૧૧૫ રકતદાતાઓએ રકતદાન કર્યુ હતું. અત્રે ઉલ્લેખનિય છે કે, રક્તદાનએ બિલકુલ સરળ અને સુરક્ષિત પ્રક્રિયા છે. રક્તદાન કરવાથી કોઈપણ જાતનો ચેપ લાગુ પડતો નથી. અઢાર વર્ષથી વધુ વયની કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે અને દર ત્રણ માસના ગાળામાં ફરી  રક્તદાન કરી શકે છે. ૩૫૦ થી ૪૫૦ સીસીના રક્તદાનથી બહુજ થોડા સમયાંતરે રક્તનો તેટલો જ જથ્થો આપણા શરીરમાં ફરી આવી જાય છે.

(8:48 pm IST)