Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

માણકોલ ગામમાં મુક્તિ ધ કિડસ ફાઉન્ડેશન દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે પ્રવુત્તિઓ કરાવવામાં આવી

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : સાણંદ તાલુકાના માણકોલ ગામમાં મુક્તિ ધ કિડસ ફાઉન્ડેશનના ટ્રસ્ટી નિરાલી દવે અને  મિહિર મહેતા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થાય એવી જુદી-જુદી પ્રવુત્તિઓ કરાવવામાં આવી હતી. આ પ્રવૃતિઓ દ્વારા બાળકો શિસ્ત , ધ્યાન કેન્દ્રિત, સત્ય બોલવું જેવા જીવન ઘડતર ના પાઠ શીખ્યા હતા. આયોજનકર્તા માણકોલ તાલુકા સદસ્ય કિસ્મતકુમાર ગોહિલ અને ગામના જાગૃત યુવાનો અને ગ્રામજનોએ સારો પ્રતિસાદ આપીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. મુક્તિ ધ કિડસ ફાઉન્ડેશન 15.08.2016 એ સ્થપાયેલી બાળકોના સર્વાંગી વિકાસ અર્થે કાર્ય કરતી અમદાવાદ સ્થિત રજિસ્ટર્ડ ચેરીટેબલ સંસ્થા છે . જે અત્યાર સુધીમાં 6 આશ્રમ શાળામાં પોતાની સેવાઓ આપી ચૂકી છે અને હાલ નળકાંઠાના ગામમાં આવેલી આશ્રમ શાળાના બાળકોને પ્રવુત્તિઓ કરાવે છે. (તસવીરઃ ચિરાગ પટેલ – સાણંદ)

(8:47 pm IST)