Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

રાજપીપળા કોર્ટ પાસે નિર્ભયા ટીમ દ્વારા વાહન ચેકીંગ માં કેટલીક મોટરસાઈકલો ડિટેઇન કરી : RTO ના મેમાં આપ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા શહેરમાં શાળામાં અભ્યાસ કરતા કેટલાક લબરમુછીયા બાળકો પણ બાઇકો ઉપર આવતા જતા હોય છે તેમની લાઇસન્સ ની પણ ઉંમર ન હોવા છતાં વાલીઓ પોતાના સંતાનો ને બાઇકો આપી દેતા હોય એ જોખમી છે ત્યારે આજે કોર્ટ પાસે નિર્ભયા સ્કોર્ડ ના પીએસઆઇ કે.કે. પાઠક અને તેમની ટીમ દ્વારા આકસ્મિક ચેકીંગ રાખવામાં આવ્યું જેમાં કેટલાક બાઈક સવારો ને પકડી જરૂરી દસ્તાવેજો માંગતા એ ન આપતા આવા સવારોની બાઇકો ડિટેઇન કરી આરટીઓના મેમાં પકડાવતા આડેધડ બાઇકો લઈ ફરતા અને કાયદાનું પાલન ન કરતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
 આ ચેકીંગ દરમિયાન કેટલાક બાઈક ચાલકો પોલીસ ના રોકવા છતાં વાહન ઉભું ન રાખી ભાગવા જતા હોવાથી આવા કેટલાક વ્યક્તિઓને પોલીસે પકડી મેથીપાક આપ્યો હતો અને કાયદાનું પાલન કરવા જણાવ્યું હતું.

(12:21 am IST)