Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

મહેસુલ કર્મચારીઓની હડતાલ મુલત્‍વીઃ ૧૦ દિ'માં તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવા અલ્‍ટીમેટમ : નહી તો ફરી હડતાલ

મહેસુલના અધિક મુખ્‍ય સચિવ સાથે મંત્રણાઃ કારકુન-તલાટીના પ્રમોશન અંગે ખાનગી અહેવાલ આપી દેવાયો

રાજકોટ, તા., ૨૭: અધિક મુખ્‍ય સચિવ સાથે મુલાકાત દરમિયાન રેવન્‍યુ કલાર્ક તથા રેવન્‍યુ તલાટીના પ્રમોશન બાબતે ખાનગી અહેવાલનો લેટર અપી દેવાયો હતો અને પ્રમોશનની પ્રક્રિયા ઝડપથી પુર્ણ કરવા ખાતરી અપાઇ હતી. તેમજ સિનીયોરીટી બાબતે ફાઇલ પ્રોસેસમાં લેવામાં આવેલ છે. તેમજ એ પ્રક્રિયા પણ સત્‍વરે પુર્ણ કરવા ખાતરી આપેલ છે.
આ ઉપરાંત જીલ્લા ફેર બદલી માટે પ્રમોશનની પ્રક્રિયા પુર્ણ થયા બાદ હાથ ધરવામાં આવશે એ પ્રમાણેની ખાતરી આપેલ છે. જેથી મહામંડળ દ્વારા દિન ૧૦ માં આ કાર્યવાહી પુર્ણ કરવા વિનંતી કરાઇ હતી. જો સમય મર્યાદામાં કાર્યવાહી પુર્ણ ન થાય તો આગળ કાર્યક્રમો આપવા ફરજ પડશે તેવી રજુઆત કરેલ છે જેથી હાલ આજથી આપવામાં આવેલ અચોક્કસ મુદતની હડતાલનો કાર્યક્રમ મોકુફ રાખવામાં આવે છે. રાજકોટમાં પણ જીલ્લા મહેસુલ કર્મચારી મંડળના પ્રમુખ શ્રી કિરીટસિંહ ઝાલાએ તમામ કારકુન તલાટી-નાયબ મામલતદાર-પટ્ટાવાળાઓને ફરજ ઉપર હાજર થઇ જવા અને મહેસુલ કામગીરી શરૂ કરી દેવા એક નિવેદનમાં જણાવ્‍યું હતું.

 

(11:44 am IST)