Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

સંયુકત પેટ્રોલીંગનો માસ્‍ટર પ્‍લાન, મહારાષ્‍ટ્ર અને દમણના ટોચના અધિકારીઓ શુક્રવારે ગુજરાત આવે છે

વહેલી ચૂંટણીના સંકેતના પગલે પગલે સાઉથ ગુજરાતમાં ભારે ધમધમાટ, રેન્‍જ વડા રાજકુમાર પાંડિયન દ્વારા રણનીતિ ઘડવા આંતર રાજ્‍ય બેઠક : કોંકણ,નાસિક પોલીસ રેન્‍જ અને કેન્‍દ્ર શાસિત દમણના રેન્‍જ વડા સાથે અડધો ડઝન એસપીઓ સાથે મંત્રણા,જબરજસ્‍ત સ્‍પીડબ્રેકર માટે ફૂલપ્રૂફ યોજનાઓ : સાઉથ ગુજરાતમાં દારૂ ઘૂસતો રોકવા બોર્ડર ઉપર જબરજસ્‍ત પેટ્રોલિંગથી સંતોષ માનવાને બદલે એક્‍સાઈઝ વિભાગ પણ જોડી દેવાશે, મહારાષ્‍ટ્ર અને કેન્‍દ્ર શાસિત પ્રદેશ સાથેની રણનીતિ પર એડી.ડીજીપી અકિલા સાથેની વાતચીતમાં પ્રકાશ પાડે છે

રાજકોટ, તા.૨૭: ધારાસભાની ચૂંટણી નિયત સમય મર્યાદા કરતા થોડી વહેલી યોજાઈ શકે તેવું અનુમાન ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ ઉપાધ્‍યક્ષ સી.આર.પાટીલ દ્વારા વ્‍યકત થવાના પગલે પગલે સાઉથ ગુજરાતમાં પાડોશી મહારાષ્‍ટ્ર સાથે સંકલન કરવા ત્રણ મહત્‍વની રેન્‍જ સાથે કેન્‍દ્રીય શાસિત દમણ અને સેલવાસના ટોચના વડાઓની બેઠક શુક્રવારે સાઉથ ગુજરાતના મુખ્‍ય પોલીસ વડાં એવા રાજ કુમાર પાંડિયન દ્વારા યોજવામાં આવી હોવાનું બહાર આવ્‍યું છે.              

ચૂંટણી પંચના નિયમ મુજબ આ બેઠક આસપાસ પોતાની બદલી થયા બાદ નવા આવનાર રેન્‍જ વડાને કોઈ તકલીફ ન પડે તેવા ઉમદા હેતુ સાથે આ બેઠક સુરત રેન્‍જ વડા રાજકુમાર પાંડિયન દ્વારા પોતાની ઓફિસમાં જ આ બેઠક યોજી મહત્‍વની ચર્ચા સમીક્ષા સાથે મહારાષ્‍ટ્ર પોલિસ અને સાઉથ ગુજરાત પોલીસ દ્વારા સયુંકત. પેટ્રોલિંગ માટે સુદ્રઢ આયોજન ગોઠવવા સાથે થયેલ કામગીરી અંગે સંકલન રાખવા નોડલ ઓફિસરની પણ વરણી થનાર છે.    

આ બેઠકમાં સાઉથ ગુજરાત રેન્‍જ હેઠળના વલસાડ એસપી ડો.રાજદીપ સિહ ઝાલા, સુરત જિલ્લા પોલીસ વડા હિતેષ જોયસર, નવસારી એસપી ઋષિકેશ ઉપાધ્‍યાય, તાપી એસપી રાહુલ પટેલ અને ડાંગ એસપી સાથે નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્‍બે ઉપસ્‍થિત રહી રણ નીતિ ઘડવામાં મહત્‍વનો ભાગ ભજવશે.                                        

મહારાષ્‍ટ્રના જલગાઉ, ધુલે, નંદરબાર,નાસિક, પાલઘર સાથે કેન્‍દ્ર શાસિત દમણ અને સેલવાસ વિગેરેના વડાઓ ભાગ લેશે, ટુંકમાં કહિએતો કોંકણ રેંજ, નાસિક રેન્‍જ અને દમણ રેન્‍જ વડા આ મહત્‍વની બેઠકમાં ઉપસ્‍થિત રહેનાર હોવાનું પણ સૂત્રો જણાવે છે .               

 મહારાષ્‍ટ્ર થી ગુજરાત આવતા રસ્‍તાઓ પર બેરિકેટ લગાડી જબ્‍બર જસ્‍ત સ્‍પીડ બ્રેકર લગાવવામાં આવશે, ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં આવનાર મહાનુભાવો ની સુરક્ષા સાથે ગેર કાયદે દારૂ, ડ્રગ્‍સ,ગેર કાયદે હથિયારો પર સજ્જડ બ્રેક મારવાનો હેતુ હોવાનું સૂત્રો  જણાવે છે.

દરમિયાન સાઉથ ગુજરાતના પાવરફૂલ અધિકારી તરીકે જાણીતા એડી.ડીજી અકિલા સાથેની વાતચીતમાં દારૂ ઘૂસ્‍તો રોકવા પોલીસ સાથે એકસાઈઝ અધિકારીઓ જોડવવામાં આવશે.

ગ્રામ્‍ય વિસ્‍તારના પોલીસ મથકો સાથે મહારાષ્‍ટ્ર પોલીસ સાથે ગામડા ખૂંદી દારૂ સહિત ગેર કાયદે પ્રવળત્તિ પર સજ્જડ બ્રેક મારશે, ગામ દત્તક લહેનાર ગ્રામ દૂત પોલીસ સ્‍ટાફને મહત્‍વની જવાબદારી સુપ્રત થનાર હોવાનું વાતચીત અંતે જણાવ્‍યું છે.

(4:08 pm IST)