Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

ગણપત યુનિવર્સિટી દ્વારા અંગદાન જનજાગૃતિ કાર્યક્રમ

અમદાવાદ : ગણપત યુનિવર્સિટીના કુમુદ અને ભૂપેશ ઇન્‍સ્‍ટિીટયુટ ઓફ નર્સિંગ દ્વારા તાજેતરમાં અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્‍યો હતો. કોઇ વ્‍યક્‍તિ જયારે બ્રેઇન ડેડ જાહેર થાય ત્‍યારે તેમના કિડની, マદય, લીવર, આંતરડા, ફેફસા, સ્‍વાદુપિંડ વગેરે જેવા અંગો જરૂરીયાતવાળી વ્‍યક્‍તિ માટે દાન આપી શકાય છે. આ રીતે અન્‍ય લોકોને અંગની કમી પુરી કરી મોટુ પૂણ્‍યકાર્ય થઇ શકે છે. ભારતના એક સર્વે મુજબ દર વર્ષે ૫,૦૦,૦૦૦ જેટલા લોકો માત્ર જરૂર મુજબ અંગો દાન ન મળવાથી જ મૃત્‍યુ પામે છે. ત્‍યારે ખુબ જરૂરી અને મહત્‍વના અંગદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા ગણપતિ યુનિવર્સિટી દ્વારા આવો કાર્યક્રમ ગોઠવવામાં આવ્‍યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ અંગદાન માટેની ઝુંબેશમાં પોતાની પ્રતિબધ્‍ધતા જાહેર કરી તે અંગેનો સંકલ્‍પ કર્યો હતો. આ તકે અંગદાન માટેના પોસ્‍ટર-ડિઝાઇનની સ્‍પર્ધા સહીતની વિવિધ પ્રવૃત્તિઓ પણ કરાઇ હતી. (તસ્‍વીર - અહેવાલ : કેતન ખત્રી, અમદાવાદ)

(4:32 pm IST)