Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ડેડીયાપાડામાં પત્નીને ત્રાસ આપી મારી નાંખવાની ધમકી આપનાર પતિ વિરુદ્ધ મહિલા પોલીસ મથકે ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે પત્નીને ત્રાસ આપી માર મારી ધમકી આપનાર પતિ સામે રાજપીપળા મહિલા પોલીસમાં ગુનો દાખલ થયો છે.
મળતી માહિતી અનુસાર જાનુબેન રમેશભાઇ વસાવા (ઉ.વ.૨૯ ) ( રહે.માર્કેટ ફળિયુ ડેડીયાપાડા ) ની ફરીયાદ મુજબ તેમના પતિ રમેશભાઇ ભીમસીંગભાઇ વસાવા તારીખ ૨૪/૧૦/૨૦૨૧ ના રોજ સવારે 4.15 વાગે માર્કેટ ફળિરા ડેડીયાપાડા પત્નીને મળી કહેલ કે હુ તને બે વર્ષથી કહુ છુ કે હું બીજી પત્ની રાખવાનો છુ અને તુ ઘર છોડીને બે બાળકો લઇને હજી સુધી કેમ ગઈ નથી તેમ કહી ગાળો બોલી ઢિકા પાટુનો માર મારી ત્રાસ આપી જો હવે પછી આ છોકરાઓને લઇને ઘર છોડી ના ગઇ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપતા આ બાબતે પત્નીએ રાજપીપળા મહિલા પો.સ્ટે.માં ફરીયાદ કરતા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(12:01 pm IST)