Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

કાંદારોજના સભાસદને નર્મદા સુગરના MDની નોટિસ : ત્રણ દિવસમાં ખુલાસો કરવા હુકમ

આ સભાસદે અન્ય સભાસદોની ખોટી સહી કરી સંસ્થાની શાખને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી હતી.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કાંદારોજ ગામના સભાસદ રાજેશમાઈ કાંતીભાઇ પટેલે ધી નર્મદા ખાંડસરી ઉદ્યોગ, ધારીખેડાને ગત 15 સપટેમ્બર 2021ના રોજ અરજી કરી હતી. જેમાં કેટલાક સભાસદોની સહીઓ સાથે સંસ્થામાં આપી ગયા હતા. આ સહીઓ વાળા સભાસદો માં ઉમલ્લાનાં ધવલકુમાર જયપ્રકાશ દેસાઈ અને ઉમરવા ગામના રોહીતભાઈ નાથાભાઈ પટેલ બંને સંસ્થામાં રૂબરુ આવી એમ.ડી નરેન્દ્રભાઈ પટેલ સામે રાજેશભાઇ પટેલે કરેલ અરજીમાં તેમના નામે કરેલ સહી ખોટી છે. અને તેઓએ આવી કોઈપણ અરજી પર સહી કરી નથી કે કોઈ અરજી કરનારે સમંતિ મેળવેલ નથી તેવી રજૂઆત કરતા ખુદ MD પણ ચોંકી ઉઠ્યા હતા. જેથી અરજી કરનાર સામેં કારણદર્શક નોટિસ ફટકારી હતી.
 આ બાબતે નર્મદા સુગરના MD નરેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે નર્મદા સુગર સંસ્થાના સભાસદ રાજેશભાઇ કાંતિભાઈ પટેલ ખોટી સહીઓ કરી અરજી આપી સંસ્થાને ગુમરાહ કરવાનું કામ કરેલ છે. અને સંસ્થાના હિતનું નુકશાન કરેલ છે.સંસ્થાની શાખ ખરાબ કરી છે. જે બાબત તેમની અરજીમાં કરેલ સહીઓની ખરાઈ કરતા અન્ય સભ્યો એ આવી કોઈ સહી તેમણે કરી નથી ની વાત કરતા સમગ્ર બાબત સામે આવી સંસ્થાના સભ્ય હોય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કેમ ન કરવી તેનો ખુલાશો લેખીતમાં દિન ૩માં આપી જવા મેં નોટિસ આપી છે.  દિન -3માં જો તેમનો ખુલાશો નહી મળે તો જે તેમને બાબતે કાંઈપણ કહેવું નથી અને તમે સભાસદોની ખોટી સહીઓ કરાવી છે એવું સમજી આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(12:12 pm IST)