Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

શિકારી ખુદ શિકાર હો ગયા:વલસાડના પારડીમાં 28 લાખના લૂંટના નાટકનો અંત લાવતી વલસાડ પોલીસ

જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે ફુટેજ પરથી મહત્તમ કડી મળી :વલસાડ જિલ્લાના ઉમરગામથી લઇ ઉદવાડા અને ગોલવડ રેલવે સ્ટેશનો પર ટિકિટ બારીના કલેકશન કરતી એજન્સી સિસ્કો કંપનીનો કેશિયરે પોલીસની આંખમાં ધૂળ નાંખવા ફરિયાદ ઉપજાવી કાઢી હતી:પોલીસે ટક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજની ચકાસણી કરતાં ફરિયાદીને જાણ થઇ ગઇ હતી કે આ કેસમાં હકીકત બહાર આવી જશે.જેથી પોલીસ પુછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને સાચી હકીકત સામે આવી ગઇ

(કાર્તિક બાવીશી દ્વારા) વલસાડ જિલ્લા પોલીસ કોઈ પણ ધટના બને તો 24 કલાકમાં ડિટેકશન લાવવામાં સક્ષમ છે જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા ગુના બને તો સીધી નજર ગુનાનું ડિટેકશન તરફ હોઈ છે અને ભેદ ઉકેલે જ છે એવા અનેક કિસ્સા છે જ્યારે વધુ એ

સફળતા વલસાડ જિલ્લા પોલીસને મળી છે
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં સોમવારે નોંધાયેલી 28 લાખની લૂંટની ફરિયાદમાં ફરિયાદ જ આરોપી નીકળ્યો છે. દેવું વધી જતા ફરિયાદીએ પોતાના બે મિત્રો સાથે લૂંટનું તરકટ રચી પોલીસને ગેરમાર્ગે દોરી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપીઓ પાસેથી 28 લાખ રૂપિયાની રોકડ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના તમામ રેલવે સ્ટેશન ખાતે રિઝર્વેશન અને છૂટક ટિકિટ વેચાણ દ્વારા એકત્રિત થયેલી રકમ SISCO કંપનીના માણસોને વાપી ખાતે આવેલી બેંકમાં રૂપિયા જમા કરાવવાનો કોન્ટ્રાક્ટર આપવામાં આવ્યો હતો. જેનો એક કર્મચારી 25 ઓક્ટોબરના રોજ વલસાડ, રેલવે સ્ટેશનથી બાઈક ઉપર રૂપિયા ભરેલી બેગ લઈ જઈ રહ્યો હતો. જે દરમ્યાન ઉદવાડા પાસે SISCO કંપનીના કર્મચારીની બાઈક સ્લીપ થઈ હોવાનું નાટક રચી બેગમાં મુકેલા રૂપિયા ચોરાઈ ગયા હોવાનું પારડી પોલીસને જાણ કરી હતી. પારડી પોલોસે SOG અને LCBની ટીમની મદદ મેળવી ટેક્નિકલ એનાલિસિસ વડે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. 3 આરોપીની કડકાઇથી પૂછપરછ કરતા આરોપીઓએ તમામ હકીકત જણાવી દીધી હતી. વલસાડ પોલોસે રોકડા રૂ.28 લાખ સાથે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે વલસાડ જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલા તથા નાયબ પોલીસ અધિક્ષક વલસાડ વિભાગ વલસાડ નાઓએ મિલ્કત સબંધી અનડીટેક્ટ ગુન્હાઓ શોધી કાઢવા સારૂ આપેલ સૂચના અને માર્ગદર્શન હેઠળ તા.25/10/2021નાં રોજ સિસ્કો કંપનીના કેસીયર દર્શનભાઇ રાજેશભાઇ માયાવંશીનાઓએ ગોલવડ, ઉંમરગામ, સંજાણ ભીલાડ, કરમબેલી વાપી અને ઉદવાડા રેલ્વે સ્ટેશન ટિકિટ બારી ઉપર રૂપિયાનું કલેક્શન રૂપિયા 25 થી 30 લાખ જેટલી રકમ થેલીમાં ભરી ઉદવાડા રેલ્વે સ્ટેશન ઉપરથી મોટરસાયકલ ઉપર બેસી વાપી બેંકમાં જમા કરાવવા જતી વખતે ગઇકાલે બપોરના સવા ત્રણેક વાગ્યાના અરસામાં બગવાડા ગામે મોટરસાયકલ સ્લીપ ખાઇ જતા પડી ગયેલ તે વખતે બે અજાણ્યા હેલ્મેટ પહેરેલ ઇસમો મોટરસાયકલ ઉપર આવી રૂપિયા ભરેલ બેગની ચોરી કરી લઇ ગયેલ હોવાની જાણ કરતા પારડી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી.આ ગુન્હામાં મોટી રકમની ચોરી થયેલ હોય સદર ગુનામાં વી.બી.બારડ પો.ઇન્સ SoG વલસાડ તથા જે એન ગોસ્વામી પો.ઇન્સ LCB વલસાડ નોંઓએ ટેકનીકલ સર્વેલન્સથી માર્ગદર્શન પુરૂ પાડી પો.સ.ઇ સી.એચ પનારા, રાજદીપસિંહ વનાર પો.સ.ઇ LCB વલસાડ તથા તેમની ટીમ તેમજ પો.સ.ઇ એલ.જી.રાઠોડ પો.સ.ઇ વલસાડ તથા તેમની ટીમ અને કે.એમ બેરીયા પો.સ.ઇ પારડી પોલીસ સ્ટેશન તથા તેમની ટીમ નાંઓએ સંયુક્ત તપાસ હાથ ધરી ફરીયાદીની વિશેષ પુછપરછ કરતાં તેની વર્તણુક શંકાસ્પદ જણાતા તેની ટેકનીકલ સર્વેલન્સ તથા યુતિ પ્રયુકતિથી ઉંડાણપૂર્વક પુછપરછ કરવામાં આવતા ફરીયાદી ભાગી પડેલ અને તેણે પોતે તેમના સાગરીતો સાથે મળી આ ચોરીના ગુનાને અંજામ આપેલાની કબુલાત કરી હતી.
ફરિયાદી કેશીયર સાથે ઉમરગામ અને ગોવાડાના બે ઇસમ સામેલ હતા રેલવે સ્ટેશનોની ટિકિટ બારીઓ પરથી થતાં કલેક્શનની રૂ.28.50 લાખની માતબર રકમ ભરીને સિસ્કો કંપનીના કેશીયરે જ આખો ખેલ રચ્યો હતો.જેમાં તેણે બે મિત્રો ઉમરગામના દહેરી ગોવાડાની રામવાડીનો રહીશ નૈતિક પ્રદિપભાઇ પ્રેમા અને ગોવાડાના રામમંદિર પાસે રહેતો મનિષ ચીમનભાઇ માહ્યાવંશીની સંડોવણી સામે આવી હતી.
ફરિયાદ અંગે શંકા જતાં ક્રોસ વેરિફિકેશન કરાયું એસપી ડો.રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે,સિસ્કો કંપની નામની એજન્સી જે રેલવે સ્ટેશનોની ટિકિટબારીના રોકડ કલેકશન લઇને જતો કેશિયર રોડ પર બાઇક સ્લીપ થતા અજાણ્યા હેલમેટધારી બાઇકચાલકો ચોરીને ફરાર થઇ ગયાની ફરિયાદ પ્રથમ શંકાસ્પદ જણાઇ હતી.આ સ્ટોરી ગળે ઉતરે તેવી ન હતી.જેથી ફરિયાદી કેશીયર દર્શન માહ્યાવંશીની પૂછપરછમાં ક્રોસ ઇન્ટરોગેશન કરાયું હતું,જેમાં ઘણી શંકાસ્પદ વિગતો મળતાં છેવટે પુછપરછમાં આ ફરિયાદ ઉપજાવી કાઢેલી અ્ને ફરિયાદી જ આરોપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
આરોપી પાસે 28.50 લાખ રોકડા મળી આવ્યા હતા
પોલીસ તપાસમાં ખુબ ટેક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજથી આરોપીઓ સુધી પહોંચવા માટેની સફળ કવાયત કામ લાગી હતી.જેને લઇ આરોપીઓને ઝડપી પાડવા સાથે લૂંટમાં ગયેલા રૂ.28.50 લાખ રોકડા મળી આવ્યા હતા.
જિલ્લા પોલીસ વડા  ડો.રાજદિપસિંહ ઝાલાએ જણાવ્યું કે ફુટેજ પરથી મહત્તમ કડી મળી આવી હતી
વલસાડ જિલ્લાના ઉમરગામથી લઇ ઉદવાડા અને ગોલવડ રેલવે સ્ટેશનો પર ટિકિટ બારીના કલેકશન કરતી એજન્સી સિસ્કો કંપનીનો કેશિયરે પોલીસની આંખમાં ધૂળ નાંખવા ફરિયાદ ઉપજાવી કાઢી હતી.પરંતું પોલીસે ટક્નિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજની ચકાસણી કરતાં ફરિયાદીને જાણ થઇ ગઇ હતી કે આ કેસમાં હકીકત બહાર આવી જશે.જેથી પોલીસ પુછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને સાચી હકીકત સામે આવી ગઇ હતી

(2:09 pm IST)