Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

ભાજપના પ્રભારી ઉપર મહિલા ખેલાડીનો દુષ્કર્મનો આરોપઃ સંજય મિશ્રાની ધરપકડ જેલમાં

મહિલા ખેલાડીને બ્લેકમેલ કરી હોટલમાં બોલાવી દુષ્કર્મ આચરતો

અમદાવાદઃ ભાજપના પશ્ચિમી સિંહભૂમ મીડિયા પ્રભારી સંજય મિશ્રા પર એક આંતરરાષ્ટ્રીય મહિલા ખેલાડીએ દુષ્કર્મનો આરોપ લગાવતા ચક્રધરપુર પોલીસે  તેમને જેલમાં મોકલી દીધા હતા. 

ચક્રધરપુરના પ્રભારી ડીએસપી દિલીપ ખલકોએ થાણા પ્રભારી પ્રવીણ કુમાર સાથે મળીને  આરોપી અને પીડિતાની અલગ-અલગ પુછપરછ કરી હતી. પુછપરછ બાદ આરોપી સંજય મિશ્રાને જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. ડીએસપી દિલીપ ખલકોના કહેવા પ્રમાણે તપાસ દરમિયાન પ્રાથમિક દૃષ્ટિએ પીડિતા દ્વારા લગાવવામાં આવેલા આરોપો સાચા જણાયા છે. પીડિતાએ અશ્લીલ વીડિયો વાયરલ કરવાનો આરોપ લગાવ્યો હતો તે પણ સાચો જણાયો છે.

ગત એપ્રિલ મહિનાથી સંજય મિશ્રા મહિલા ખેલાડીને બ્લેકમેલ કરીને તેના સાથે દુષ્કર્મ કરી રહ્યો હતો. હકીકતે સંજયે મહિલા ખેલાડીની એક વાંધાજનક તસવીર લીધી હતી અને તે તસવીર દ્વારા તે સતત મહિલા ખેલાડીને બ્લેકમેલ કરીને સ્થાનિક હોટેલમાં બોલાવીને તેનું યૌન શોષણ કરતો હતો. સંજયની પત્નીને આ અંગેની જાણ થઈ ગઈ હોવાથી બંને વચ્ચે ઝગડા પણ ચાલી રહ્યા હતા.

આ તરફ જેલમાં જતા પહેલા સંજય મિશ્રાએ એક વીડિયો દ્વારા નિવેદન આપ્યું હતું કે, સત્ય પરેશાન થઈ શકે છે પરાજિત નહીં. મારા પ્રતિદ્વંદીઓ, વિરોધીઓ મને કોઈ પણ સંજોગોમાં ચૂંટણીમાં હરાવવા માગે છે. તેમણે એકજૂથ થઈને મારા વિરૂદ્ધ માહોલ સર્જ્યો છે. આ વિરોધીઓએ રચેલું ધૃણાસ્પદ ષડયંત્ર છે. મને પ્રશાસન પર સંપૂર્ણ વિશ્વાસ છે. પ્રશાસન બંનેની કોલ ડિટેઈલ કાઢીને તપાસ કરી લે. જે હોટેલનો ઉલ્લેખ કરાયો છે ત્યાંનુ ૩ એપ્રિલનું રજિસ્ટર ચેક કરી લેવામાં આવે. સીસીટીવી જોઈ લેવામાં આવે. મારૂ ક્યાંય ઉપસ્થિતિ નથી. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, પ્રશાસન નિષ્પક્ષ રીતે પોતાનું કામ કરશે.

(4:07 pm IST)